Home National Cjp Foreign Funding Claims Centre Response

CJPના વિદેશી ફંડિંગના આરોપો પર કેન્દ્રનો જવાબ : જંતર-મંતર આંદોલનને વિદેશી ફંડિંગ મળવાના દાવા પર જાણો કેન્દ્ર સરકારે શું કહ્યું

CJP protest at Jantar Mantar amid foreign funding claims
Image Credit: Instagram
Published by: Vaishnavi Pathak
Last Updated: Jul 25, 2026, 07:08 AM IST

વિદેશી ફંડિંગના દાવા પર કેન્દ્રનો જવાબ

જંતર-મંતર પર ચાલી રહેલા CJP (Cockroach Janta Party)ના આંદોલનને વિદેશી ફંડિંગ મળતું હોવાના દાવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે હાલમાં તેમની પાસે CJPને વિદેશી ફંડિંગ મળતું હોવાની કોઈ માહિતી નથી.

પ્રેસ બ્રીફિંગમાં પૂછાયો સવાલ

સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન MEAના પ્રવક્તાને CJPના આંદોલન અને તેના સંભવિત વિદેશી ફંડિંગ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું, "આ મુદ્દે અમારી પાસે શેર કરવા જેવી કોઈ માહિતી નથી." તેમણે આ મુદ્દે વધુ કોઈ ટિપ્પણી પણ કરી નહોતી.

આરોપો બાદ વધી ચર્ચા

તાજેતરમાં કેટલાક રાજકીય નેતાઓએ CJPના આંદોલન પાછળ વિદેશી શક્તિઓ અથવા વિદેશી ફંડિંગ હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, આ આરોપોને સમર્થન આપતા કોઈ સત્તાવાર પુરાવા જાહેર કરવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારે પણ હાલમાં આવા દાવાની પુષ્ટિ કરી નથી.

આ પણ વાંચો: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હવે નહીં કરી શકે પોસ્ટ-કોમેન્ટ! | સોશિયલ મીડિયા માટે સરકાર લાવી રહી છે કડક નિયમો | Offbeat Stories

CJPનું આંદોલન કેમ ચર્ચામાં છે?

CJP છેલ્લા કેટલાક અઠવાડિયાથી શિક્ષણ સંબંધિત મુદ્દાઓ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. જંતર-મંતર સહિત દેશના વિવિધ વિસ્તારોમાં આંદોલનને લઈને ચર્ચા ચાલી રહી છે, જ્યારે સરકાર અને CJP વચ્ચે વાતચીતનો પ્રયાસ પણ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now