Home Gujarat Cid Crime Busts Cyber Fraud Worth Rs 826 Crore

826 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ : 9 ખોટી પેઢીઓ, 82 બેંક એકાઉન્ટો..., CID ક્રાઈમે 8 આરોપીઓ ઝડપ્યા

826 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 02:26 PM IST

CID ક્રાઈમના Cyber Centre of Excellence દ્વારા દેશવ્યાપી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપીઓએ અલગ-અલગ 9 ખોટી પેઢીઓ ઉભી કરી કુલ 82 બેંક એકાઉન્ટો ખોલાવ્યા હતા, જેના માધ્યમથી ભારતના 28 રાજ્યોમાં 1229થી વધુ સાયબર ફ્રોડના ગુનાઓ આચરવામાં આવ્યા હતા. આ સમગ્ર ફ્રોડની રકમ 826 કરોડ રૂપિયાથી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

8 આરોપીઓ ઝડપાયા

CID ક્રાઈમના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત ખાતે ખાનગી બાતમી આધારે રેડ કરી 8 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. તપાસમાં મોબાઇલ, સિમકાર્ડ, બેંક કિટ અને ખાતાઓની મહત્વપૂર્ણ વિગતો મળી આવી છે.

વિવિધ મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા

આરોપીઓ ડિજિટલ એરેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, UPI ફ્રોડ, લોન ફ્રોડ સહિત વિવિધ મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. CID ક્રાઈમે નાગરિકોને પોતાના બેંક એકાઉન્ટની વિગતો કોઈને પણ ન આપવા અને લોભ-લાલચથી દૂર રહેવા અપીલ કરી છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ અબ્દુલ રબ, છે તેની સાથે ફેઝાન, શેખ મોહમ્મદ, મોમ્મદ નૂર અહેમદ, યાસીન, સરફરાજ આમ કુલ 8 આરોપી ઝડપાયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now