Home Sports Chris Gayle Glasgow Franchise European T20 League

ક્રિસ ગેલ બન્યા T20 ફ્રેન્ચાઇઝી માલિક : યુનિવર્સ બોસની નવી ઇનિંગ્સ શરૂ

Chris Gayle
Published by: Aryan Shah
Last Updated: Apr 20, 2026, 12:43 PM IST

Chris Gayle : T20 ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોમાં ફફડાટ પેદા કરનાર ક્રિસ ગેલ હવે એક નવી ભૂમિકામાં જોવા મળશે. વેસ્ટ ઈન્ડિઝના આ દિગ્ગજ ખેલાડીએ હવે ક્રિકેટના મેદાન પર રમવાને બદલે ટીમ ખરીદવાનો નિર્ણય લીધો છે. ક્રિસ ગેલ હવે યુરોપિયન T20 લીગમાં એક ફ્રેન્ચાઈઝીના માલિક તરીકે પોતાની નવી સફર શરૂ કરવા જઈ રહ્યો છે, જેની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે.

ગ્લાસગો ટીમના સહ-માલિક બન્યા ક્રિસ ગેલ

ક્રિસ ગેલે યુરોપિયન T20 લીગમાં ગ્લાસગો ફ્રેન્ચાઈઝીમાં હિસ્સો ખરીદ્યો છે. ખાસ વાત એ છે કે, આ ટીમમાં તેમની સાથે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન પણ સહ-માલિક તરીકે જોડાયેલા છે. આ લીગની શરૂઆત જોકે 2025 માં થઈ હતી, પરંતુ તેની પ્રથમ સિઝન આ વર્ષે રમાવાની છે. ક્રિસ ગેલની ભાગીદારીથી આ લીગની લોકપ્રિયતામાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

અભિષેક બચ્ચને કર્યું સ્વાગત

ટીમમાં ક્રિસ ગેલનું સ્વાગત કરતાં અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુગાફી ગ્રુપ અને ક્રિસ ગેલનું આ સફરમાં સ્વાગત કરતાં અમને આનંદ થાય છે. યુરોપમાં ક્રિકેટને લઈને ઘણો ઉત્સાહ છે અને આ લીગ દ્વારા નવી પ્રતિભાઓને મોટું પ્લેટફોર્મ મળશે. બીજી તરફ ક્રિસ ગેલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિશ્વભરની લીગમાં રમ્યા બાદ હવે આ લીગ તેમના માટે ખાસ એક્સપિરિયન્સ રહેશે.

લીગનું શિડ્યુલ અને ટીમો

આ યુરોપિયન T20 લીગમાં કુલ 6 ટીમો ભાગ લેવાની છે, જેની વચ્ચે 33 મેચો રમાશે. આ ટુર્નામેન્ટ 26 ઓગસ્ટથી શરૂ થઈને 20 સપ્ટેમ્બર સુધી ચાલશે. મેચોનું આયોજન ગ્લાસગો, એમ્સ્ટરડેમ, એડિનબર્ગ, ડબલિન, બેલફાસ્ટ અને રોટરડેમ જેવા અલગ-અલગ શહેરોમાં કરવામાં આવશે.

સ્ટાર ખેલાડીઓનો જમાવડો

માત્ર ક્રિસ ગેલ જ નહીં, પરંતુ સ્ટીવ વો, ગ્લેન મેક્સવેલ, નાથન મેક્કુલમ અને કાયલ મિલ્સ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ લીગ સાથે અલગ-અલગ રીતે જોડાયેલા છે. સ્ટીવ વો એમ્સ્ટરડેમ ફ્રેન્ચાઈઝીનું નેતૃત્વ સંભાળશે, જ્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડીઓ એડિનબર્ગ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now