Home Automobile Chinas Safest Ev Suv Huawei Aito M8 Range Of Over 1500 Km On A Single Charge

આ છે ચીનની સૌથી સુરક્ષિત EV SUV : Huawei Aito M8, એક ચાર્જમાં 1500 KMથી વધુની રેન્જ

આ છે ચીનની સૌથી સુરક્ષિત EV SUV
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 05:58 PM IST

Huawei અને Seresની ભાગીદારીમાં બનેલી Aito M8 SUVએ સેફ્ટીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. 2024ના નિયમ મુજબ યોજાયેલા C-NCAP ક્રેશ ટેસ્ટમાં તેને સૌથી ઊંચું 5 સ્ટાર + રેટિંગ મળ્યું છે. એપ્રિલ 2025માં લોન્ચ થયા બાદ અત્યાર સુધી આ SUVના 56 હજાર યુનિટ વેચાઈ ચૂક્યા છે.

C-NCAP એટલે ચાઇના ઓટોમોટિવ ટેકનોલોજી અને રિસર્ચ સેન્ટર દ્વારા લેવાતો સલામતી પરીક્ષણ. તેમાં મુસાફરોની સુરક્ષા, રાહદારીઓની સલામતી અને અદ્યતન ડ્રાઇવર સહાય સિસ્ટમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પરિણામે સ્ટાર રેટિંગ આપવામાં આવે છે, જેમાં ફાઇવ સ્ટાર + સર્વોચ્ચ છે.

Huawei Aito M8 એ 93.7 ટકા સ્કોર મેળવી ટોચનું સ્થાન મેળવ્યું છે. તેની 6-સીટર EREV વર્ઝને સક્રિય સલામતીમાં 96.34 ટકા સ્કોર મેળવ્યો, જે અન્ય કારથી લગભગ 10 ટકા વધારે છે. ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ (AEB) અને લાઇટિંગ સિસ્ટમને લગભગ સંપૂર્ણ ગણવામાં આવી છે. આ SUV એ Xiaomi SU7ને પાછળ છોડી, જેને 93.5 ટકા સ્કોર મળ્યો હતો.

રાહદારીઓની સુરક્ષામાં પણ Aito M8 એ સારું પરોફર્મન્સ છે. તેને આ શ્રેણીમાં 86.03 ટકા સ્કોર મળ્યો છે, જેમાં હેડ અને લેગ સેફ્ટીની સાથે AEB સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ફીચર્સની વાત કરીએ તો Aito M8માં ડ્યુઅલ મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ છે, જે 526 hp પાવર આપે છે. તેમાં 1.5-લિટર ટર્બોચાર્જ્ડ રેન્જ એક્સટેન્ડર એન્જિન છે. SUV બે બેટરી વિકલ્પો સાથે આવે છે – 37 kWh LFP (201 KM રેન્જ) અને 53.4 kWh NMC (310 KM રેન્જ). રેન્જ એક્સટેન્ડર સાથે તેની કુલ ડ્રાઇવિંગ રેન્જ 1404 થી 1528 KM સુધી જાય છે. આ કારણે તેને વિશ્વની સૌથી લાંબી રેન્જ ધરાવતી ઇલેક્ટ્રિક SUVમાં ગણવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now