Home Agriculture Chiku Agriculture Income Rupee Farmer Subsidy Government

ઝાડ પર ફળ નહીં રૂપિયા આવશે! : આ ખેતીમાં ખર્ચથી આવક બમણી, 50 ટકા મળશે સરકારની સહાય!

ઝાડ પર ફળ નહીં રૂપિયા આવશે!
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2025, 07:28 AM IST

વિટામીન અને પોષક તત્વથી ભરપૂર ચીકુની ખેતી કરી ખેડૂતો સમૃદ્ધિના શીખર સર કરી શકે છે. ખર્ચથી બમણો નફો કમાવવો હોય તો ખેડૂતો માટે ચીકુની સૌથી સફળ ખેતી સાબિત થશે..એક વખત ચીકુનું ઝાડ લગાવ્યા બાદ 50 વર્ષ સુધી તેમાંથી ઉત્પાદન મળે છે.ભારતમાં લગભગ 65 હજાર એકરમાં ચીકુની ખેતી થાય છે..ચીકુની ખેતી કરતા ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર મુખ્ય રાજ્યો છે.
ચીકુની ખેતી માટે કેટલી સબસિડી મળે છે?
રાષ્ટ્રીય બાગાયત મિશન કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે . આ અંતર્ગત બાગાયતી પાકોની ખેતી માટે 50 ટકા સબસિડી આપવામાં આવે છે. ચીકુની ખેતી માટે સરકાર તરફથી સબસિડી પણ ઉપલબ્ધ છે. ચીકુની ખેતી પર સબસિડી સંબંધિત માહિતી માટે તમે તમારા વિસ્તારના બાગાયત વિભાગનો સંપર્ક કરી શકો છો અને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.
એક ઝાડમાં કેટલું ઉત્પાદન મળે છે
ચીકુના ઝાડ લગાવ્યાના 4 વર્ષ બાદ તેમાંથી ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે.ઝાડ 5 વર્ષનો થાય ત્યારે તેમાંથી 30થી 50 કિલોગ્રામ ફળનું ઉત્પાદન થાય છે. જે બાદ 9થી 10 વર્ષનું ઝાડ થાય ત્યારે તેમાંથી એક ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મળે છે. ચિકુની બે સિઝન હોય છે જેમાં એક જાન્યુઆરીથી માર્ચ અને બીજી એપ્રિલથી મેની વચ્ચે..આ રીતે ચીકુનું ઝાડ વર્ષમાં બે વખત ફળ આપે છે.
વર્ષે કેટલા લાખની થશે આવક
ચીકુની ખેતીમાં ખેડૂતો દર વર્ષે 7થી 8 લાખ રૂપિયાની કમાણી કરી શકે છે..ચીકુની ખેતી માટે કેન્દ્ર સરકાર 50 ટકા સબસિડી પણ આપે છે.બજારમાં ચીકુના એક કિલોના 40થી 50 રૂપિયા ભાવ મળી રહે છે. જો ખેડૂત એક હેક્ટરમાં ચીકુની ખેતી કરે છે તો એક વર્ષમાં 8 લાખથી વધુની આવક મેળવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now