Home Gujarat Chief Minister Holds One On One Discussion With Corporators In Surat

Surat માં મુખ્યમંત્રીએ કોર્પોરેટરો સાથે વન ટુ વન કરી ચર્ચા : ખાડીપુર અને વિકાસ કાર્યોને લઈ અપાઈ ખાસ સુચના

Surat માં મુખ્યમંત્રીએ કોર્પોરેટરો સાથે વન ટુ વન કરી ચર્ચા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 11:18 AM IST

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ અનેક કોર્પોરેટરો સાથે વન ટુ વન ચર્ચા કરી અને તેમની કામગીરીની પ્રશંસા પણ કરી હતી તો કેટલાક કોર્પોરેટરોને કામને લઈ ખખડાવ્યા પણ હતા. ખાસ કરીને ખાડીપુર વિસ્તારની સમસ્યાઓ અંગે સૌથી વધુ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ ખાડીપુરના કોર્પોરેટર દિનેશરાજ પુરોહિતને કડક સૂચનાઓ આપી અને તાકીદ કરી કે 'વિસ્તારની સમસ્યાઓ અને વિકાસના કામ પર ધ્યાન આપે'.


વિકાસના કામો ઝડપથી અને ગુણવત્તાવાળા કરવાની સૂચના

મુખ્યમંત્રીએ કોર્પોરેટરોને વિકાસના કામો ઝડપથી અને ગુણવત્તાવાળા સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપ્યા છે. સાથે જ કોર્પોરેટરોનું ઉત્સાહ વધે તેવા હેતુથી તેઓ સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમના જરૂરી પ્રશ્નો સાંભળી અને માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરત મુલાકાતને શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.

રૂપિયા 435.45 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાજણ પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અંતર્ગત સુરત મહાનગરપાલિકાના કુલ રૂપિયા 435.45 કરોડના વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. જેમાં રૂ. 73 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. 362.45 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ, નાણામંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, સુરતના મેયર દક્ષેશ માવાણી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી તેમજ વિવિધ સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now