Home Gujarat Chief Minister Bhupendra Patel Spoke On Hosting The Commonwealth Games 2030

'ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે' : કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની પર બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

'ગુજરાત દેશનું સ્પોર્ટ્સ કેપિટલ બનશે'
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Nov 26, 2025, 03:50 PM IST

Ahmedabad commonwealth : આખરે જે ક્ષણની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, તે ઘડીને સત્તાવાર મહોર લાગી ગઈ છે. હા, અમદાવાદ હવે વર્ષ-2030 માં આયોજિત થનારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે. આ અંગેની જાહેરાત આજરોજ ગ્લાસગ્લો, સ્કોટલેંડ ખાતે આયોજિત ‘કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલી’ની બેઠકના અંતે કરવામાં આવી છે. આ ક્ષણ સમગ્ર દેશ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રમતગમતની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન અને દૂરદર્શીતા, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અથાક પ્રયાસોના લીધે ભારત ખેલકૂદના ક્ષેત્રમાં સતત આગેકુચ કરી રહ્યું છે. જેના પરિણામસ્વરૂપે આજે કોમનવેલ્થ રમતોત્સવની શતાબ્દી અંતર્ગત 24-મા કોમનવેલ્થ રમતોત્સવની યજમાની અમદાવાદને પ્રાપ્ત થઇ છે.

‘ખેલો ઇન્ડિયા’

કોમનવેલ્થ ગેમ્સનો પ્રારભ થયા’ના શતાબ્દી વર્ષની ઉજવણી વર્ષ-2030 માં થઇ રહી હોઈ, આ નિર્ણય ભારત અને કોમનવેલ્થ સપોર્ટસ મુવમેન્ટ માટે એતિહાસિક ક્ષણ બની રહેશે. આ નિર્ણય કોમનવેલ્થ રાષ્ટ્રોની રમતગમત પ્રત્યેની શ્રેષ્ઠતા, એકતા અને સંયુક્ત પ્રગતિના 100 વર્ષની ઉજવણીના પ્રતિકરૂપ બની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશને કોમનવેલ્થ રમતોત્સવની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઉભા કરીને તેને આંતરરાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારત અને ખાસ કરીને અમદાવાદને પ્રાપ્ત થયું છે.

‘અમદાવાદ, ગુજરાત અને ભારત માટે આ અપ્રતિમ ગૌરવની ક્ષણ છે’

તેમ જણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ગુજરાત હવે દેશના સપોર્ટસ કેપિટલ તરીકે ઉભરશે. એટલું જ નહિ, વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પનાને વધુ મજબુત કરશે. આ પ્રસંગે કેન્દ્રિય રમતગત અને યુવા બાબતોના મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ એ ભારતની વિકાસયાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે. આ સીમાચિહ્ન ‘વિકસિત ભારત@2047’ના આપણા વિઝનને મજબૂત બનાવશે અને પ્રભાવશાળી, સમાવેશી તથા ટકાઉ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતની વૈશ્વિક નેતૃત્વક્ષમતાને વધુ સુદૃઢ કરશે.”

અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે: હર્ષ સંઘવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, “આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે. અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે”

પી. ટી. ઉષાએ શું કહ્યું?

આ તકે કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ ડૉ. પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે, “કોમનવેલ્થ સ્પોર્ટ દ્વારા અમારા પર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેનાથી અમે ખૂબ જ ગૌરવાન્વિત છીએ. વર્ષ-2030ની રમતો માત્ર કોમનવેલ્થ ચળવળના સો વર્ષની ઉજવણી જ નહીં, પરંતુ આવનારી સદીનો પાયો પણ નાખશે. આ રમતો કોમનવેલ્થના તમામ દેશોના ખેલાડીઓ, સમુદાયો અને સંસ્કૃતિઓને મિત્રતા તથા પ્રગતિની ભાવના સાથે એકસૂત્રે બાંધશે”

અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ : શ્રેણીબદ્ધ તબક્કાઓ

વર્ષ-૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સના યજમાનપદના અધિકાર મેળવવાની ભારતની યાત્રા કોમનવેલ્થ સ્પોર્ટ (CS) સાથેની સુવ્યવસ્થિત અને સહકારપૂર્ણ પ્રક્રિયા દ્વારા પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત તા.9 જાન્યુઆરી 2025ના રોજ થઈ હતી, જ્યારે ભારતને CS તરફથી ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ (LoI)નું આમંત્રણ મળ્યું. ત્યારબાદ 29 જાન્યુઆરી 2025ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ અને CEOએ ગુજરાતની મુલાકાત લીધી અને રાજ્યના નેતૃત્વ સાથે વાતચીત કરીને રમતો માટેની પ્રાથમિક વિઝન અને તૈયારીનું અવલોકન કર્યું. આ પછી તા.13 માર્ચ 2025ના રોજ ભારતે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ સુપરત કરીને રમતોનું આયોજન કરવા માટેની ઔપચારિક પ્રતિબદ્ધતા દર્શાવી. આ અંગેની તૈયારીઓ તેજ થતાં, તા.29 એપ્રિલ 2025ના રોજ ભારત અને કોમનવેલ્થ સ્પોર્ટ વચ્ચે પ્રથમ વર્ચ્યુઅલ કિક-ઑફ મીટિંગ યોજાઈ, જેમાં વર્કસ્ટ્રીમ, દસ્તાવેજોની અપેક્ષાઓ તથા સમયમર્યાદા નક્કી કરવામાં આવી. મે, ૨૦૨૫માં બિડના તાંત્રિક વિકાસ માટે એક વિશેષજ્ઞ કન્સલ્ટન્સી એજન્સીની નિમણૂક કરવામાં આવી.

જૂન 2025માં ભારતનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ લંડન ગયું અને કોમનવેલ્થ સ્પોર્ટના અધિકારીઓ સાથે મળીને પ્રસ્તાવના તાંત્રિક તથા સંચાલનાત્મક પાયાને વધુ મજબૂત બનાવ્યું. ત્યારબાદ તા.૩ ઑગસ્ટ ૨૦૨૫ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટની ટીમે અમદાવાદની મુલાકાત લીધી અને સ્થળો, આધારભૂત સુવિધાઓ, શાસન વ્યવસ્થા તથા રમતોની તૈયારીનું મૂલ્યાંકન કર્યું.

તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભારતે પોતાની ઔપચારિક બિડ પ્રેઝન્ટેશન રજૂ કરી, જેમાં સો વર્ષ પૂર્ણ થતી રમતોના આયોજન માટેની દ્રષ્ટિ, ક્ષમતા તથા તૈયારી દર્શાવવામાં આવી. વિગતવાર મૂલ્યાંકન પ્રક્રિયાના પરિણામે 14 ઑક્ટોબર 2025ના રોજ કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે ભારતની બિડની મજબૂતાઈ, સ્પષ્ટતા તથા વ્યાવસાયિકતાને ટાંકીને અમદાવાદને યજમાન શહેર તરીકેની ભલામણ કરી.

આ પ્રક્રિયાને આખરીઓપ તા. 26 નવેમ્બર 2025ના આપવામાં આવ્યો અને કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીએ અમદાવાદને વર્ષ-2030 માં સો વર્ષ પૂર્ણ કરતી કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકેની પુષ્ટિ આપી. આ ક્ષણ ભારત, ગુજરાત તથા સમગ્ર કોમનવેલ્થ રમતગમત ચળવળ માટે ઐતિહાસિક ક્ષણ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ: યુદ્ધની ભયંકર અસર

મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી: કમિટીએ UCCનો ફાઈનલ રિપોર્ટ CMને સોંપ્યો. જાણો ક્યારે થશે ગૃહમાં રજૂ

ગુજરાતમાં ઐતિહાસિક બદલાવની તૈયારી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!: 'સેવા અને સુશાસન'ના મંત્ર સાથે ભાજપા સજ્જ, 'કમલમ' ખાતે આવતીકાલે મહત્વની બેઠક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો!

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!: 25 તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો મહાસંમેલન અને આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પાયમાલ!

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ: બટાકા પકવતા ખેડૂતોની વહારે આવવા કિસાન સંઘની કૃષિ મંત્રીને રજૂઆત

'ખેડૂતોને સહાય આપો', મંદીના માર વચ્ચે સહાયની માગ

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત: ખંભાળિયા-ભાણવડ હાઈવે પર બે વાહનો વચ્ચે ટક્કર બાદ ભયાનક આગ, એક જીવતો ભુંજાયો

દેવભૂમિ દ્વારકામાં કાળમુખો અકસ્માત
Play Video

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં: ભાવ તળિયે અને કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી, કિસાન સંઘની સરકારને રજૂઆત

બટાકાના ભાવ ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ: પતિએ પત્નીની ચપ્પુના ઘા ઝીંકી કરી કરપીણ હત્યા

Surat: રાંદેરના રામનગરમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ ખેલ

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત: કાપોદ્રામાં વહેલી સવારે દૂધની થેલીઓની ચોરી કરતી ગેંગ સક્રિય

સુરતમાં હવે દૂધની દુકાનો પણ અસુરક્ષિત

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો: લાખોની કિંમતના ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઝડપાયા

પાલનપુર હાઇવે પર એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય: ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે આપી ગર્ભપાતની મંજૂરી; પેનલમાં હશે સિનિયર ડોક્ટરોની ટીમ

છેલ્લા 3 વર્ષમાં 24 પીડિતાઓને ન્યાય

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ: MMI અને વર્લ્ડ-ક્લાસ પ્લાઝા વિકાસ ચાલુ, જાણો શું છે તૈયારી

બુલેટ ટ્રેન સ્ટેશનોમાં ઝડપી પ્રગતિ

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી: હાઈકોર્ટની ભલામણ બાદ 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

ગુજરાત ન્યાયતંત્રમાં મોટી કાર્યવાહી

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!: હવે આંખનાં પલકારામાં પહોંચી જશો આ જિલ્લાઓના ટુરિસ્ટ સ્પોટ પર

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ!

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું: પરિવારમાં શોકનો માહોલ

વડોદરાના વારસિયામાં વડના ઝાડ પર ગળેફાંસો ખાઈ મહિલાએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો: ધારાસભ્યો અને પત્રકારો માટે સરકારની વિશેષ ભેટ

ગુજરાત વિધાનસભામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત: GRD જવાન સહિત બેના મોત, અનેક ઘાયલ

પંચમહાલના વેજલપુર નજીક ભયાનક ત્રિપલ અકસ્માત

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત: પરિવારનો આક્રોશ, જેલ અને પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો

વડોદરા જેલમાં અંડરટ્રાયલ કેદીનું અચાનક મોત

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી: ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ: એક મહિલા ઇજાગ્રસ્ત, મોટી જાનહાનિ ટળી

પાનોલી GIDCની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ