Home Gujarat Chief Minister Bhupendra Patel Reached Dangiyya Village Of Dantiwada

“દાદા, તમે આવશો ને?” : નિર્દોષ લાગણીને માન આપી CM ભૂપેન્દ્ર પટેલે નાની સામ્યાનું સપનું કર્યું પૂરું! બનાસકાંઠામાં સાકાર થયો સહજ સંવાદ, શાળા બની ભાવવિભોર

“દાદા, તમે આવશો ને?”
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 11:20 AM IST

CM Bhupendra Patel Dantiwada: આજ રોજ મુખ્યમંત્રીએ દીકરી સામ્યાની લાગણીને માન આપી, અગાઉ આપેલા વચનને પૂર્ણ કરવા પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) અનુપમ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લીધી. મુખ્યમંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અભ્યાસ, શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી.

આ પ્રસંગે દીકરી સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે,

“મેં દાદાને કહ્યું હતું કે તમે અમને મળવા આવશો ને… દાદાએ વાત યાદ રાખી અને આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું કર્યું.”

સામ્યાએ મુખ્યમંત્રી સામે શ્લોક પાઠ કર્યા, જેના પ્રતિસાદરૂપે મુખ્યમંત્રીએ દીકરીને આશીર્વાદ આપતાં કહ્યું—

“તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે.”

દીકરી સામ્યાએ પણ દ્રઢ વિશ્વાસ સાથે દાદાને વચન આપ્યું કે,

“હું મોટી થઈને તમને ચોક્કસ મળવા આવીશ.”

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ સહજતા અને માનવીય સંવેદનશીલતાથી શાળા પરિવાર તેમજ રાજ્યભરના એસ.એમ.સી. સભ્યોમાં પણ વિશેષ આનંદની લાગણી પ્રસરી ગઈ.

આ ભાવનાત્મક પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર