Home International Chhattisgarh News 13 People Sitting In A Cargo Vehicle Died In Accident Collided With A Trailer In Raipu

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના : ભયાનક અકસ્માતમાં 13 લોકોના કમકમાટીભર્યા મોત, 4 બાળકો અને 9 મહિલાઓનો સમાવેશ

છત્તીસગઢમાં મોટી દુર્ઘટના
Published by: OBS Bureau
Last Updated: May 12, 2025, 03:30 AM IST

Chhattisgarh News: વહેલી સવારે એક માઠા સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢના સારાગાંવના રાયપુર બડોલા બજાર રોડ પાસે એક માલગાડી અને ટ્રેલર વચ્ચે ભયાનક ટક્કર થઈ. આ અકસ્માતમાં મહિલાઓ સહિત 13 લોકોના મોત થયા છે. મૃતકોમાં 4 બાળકો અને 9 મહિલાઓનો સમાવેશ થાય છે. ટ્રક અને ટ્રેલર અથડાતા જ જોરદાર અવાજ થયો, તેથી સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરી.

કેવી રીતે થયો અકસ્માત
ANIના અહેવાલ મુજબ આ અકસ્માત ત્યારે થયો જ્યારે માલગાડી ચોથિયા છટ્ટીથી એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહી હતી. સામેથી આવી રહેલ ટ્રેલર માલગાડી સાથે અથડાયું. ખારોરામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર બાદથી રાયપુરમાં ખળભળાટ મચી ગયો છે. અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.



13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા
સારગાંવના રાયપુર બડોલા બજાર રોડ નજીક એક માલગાડી અને ટ્રેલર વચ્ચે ભયાનક ટક્કર થઈ જેમાં 13 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ ઘટના ખૂબ જ ભયાનક હતી, જેના કારણે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો ઘાયલ પણ થયા છે જેમને રાયપુરની ડૉ. બી.આર. આંબેડકર મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. કેટલાકની હાલત હજુ પણ ગંભીર છે.

સ્થાનિક લોકોએ કરી મદદ
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત થતાં જ સ્થાનિક લોકો જોરદાર અવાજ સાંભળીને ઘટનાસ્થળે પહોંચી ગયા. લોકોએ પહેલા પોલીસને અકસ્માતની જાણ કરી અને પછી ઘાયલોને મદદ કરી. લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અત્યાર સુધી, અકસ્માત કેવી રીતે થયો અને કોની ભૂલ છે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video