iPhone 17 Air પછી હવે iPhone SE લૉન્ચની ચર્ચાએ જોર પકડ્યું છે. iPhone SEના લીક થયેલા ફોટોઝ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યાં છે. લીકર સોની ડિવસને X પર iPhone SEના બ્લેક એન્ડ વ્હાઇટ વેરિઅન્ટ્સને શેર કર્યા છે.
રિપોર્ટ અનુસાર, કંપની iPhone 17 સીરિઝ પહેલા iPhone SE લોન્ચ કરી શકે છે. તેને iPhone SE 4 પણ કહી શકાય છે. હંમેશની જેમ, Apple અથવા અન્ય કોઈપણ સ્માર્ટફોન કંપની લીક્ડ ઈમેજીસ વિષય પર વાત નથી કરતી. અગત્યની વાત એ છે કે મોટાભાગના ટિપસ્ટર અને લીકર્સ કે જે લોન્ચ પહેલાં ડિવાઈસની માહિતી શેર કરે છે તે મોટાભાગે પરફેક્ટ જ હોય છે. iPhone 16 સિરીઝની જેમ iPhone SE 4માં Apple Intelligence આપવામાં આવશે. જો iPhone SEના ડમી લીક થયેલા યુનિટને જોઈએ તો એવું લાગે છે કે તેમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવી શકે છે, કારણ કે લેન્સ મોટો છે. માત્ર એક રેયર કેમેરા હશે. જો બાજુથી જોવામાં આવે તો, તમે મ્યૂટ સ્વીચ, વોલ્યુમ બટન્સ અને ફિઝિકલ સિમ કાર્ડ સ્લોટ જોશો તો ટિપિકલ એપલ ફોન જ લાગશે.
બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર, જાણીતા ટિપસ્ટર માર્ક ગુરમેને કહ્યું છે કે કંપની આગામી થોડા મહિનામાં iPhone SE 4 અથવા iPhone 16E લોન્ચ કરી શકે છે. તેની કિંમત 45 હજાર રૂપિયાની અંદર હોય તેવી આશા છે. એટલે કે તે અમેરિકામાં 500USDમાં ઓફર કરી શકાય છે. મહચ્વની બાબત એ છે કે iPhone 17 એરના સમાચાર પણ છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા છે. iPhone 17 Air કદાચ કંપનીનો પહેલો iPhone હશે, પરંતુ તે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ લોન્ચ થશે.
iPhone SE 4માં 6.6-ઇંચની OLED સ્ક્રીન હશે. તેમાં Apple A18 ચિપસેટ હશે જે પરફોર્મન્સમાં iPhone 16 જેવું જ છે. 48-મેગાપિક્સલનો પાછળનો કેમેરો એક મોટી વાત છે, કારણ કે અગાઉ SEમાં નાના કેમેરા સેન્સર આપવામાં આવ્યા હતા. ડિઝાઇનના સંદર્ભમાં, ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે તે વર્તમાન લાઇન અપની જેમ સંપૂર્ણપણે બોક્સી હશે.




















