Home Tech/Gadgets Chatgpt Suggestion For Health Checkup Saved My Life

AIએ કહ્યું ડોક્ટરને તાત્કાલિક બતાવો : ChatGPTએ જે કહ્યું તે સાચું પડ્યું

AIએ કહ્યું ડોક્ટરને તાત્કાલિક બતાવો
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 06:59 AM IST

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ચેટબોટ CHATGPTએ પ્રોફેશનલ્સ અને કંપનીઓ માટે જીવન સરળ બનાવ્યું છે, ત્યારે એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો છે કે તેની મદદથી તેમનો જીવ બચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ChatGPTએ તેની બગડતી તબિયતને કારણે ગંભીર અને જીવલેણ બીમારીની જાણ કરી. યુઝરે કહ્યું કે તેણે થોડા દિવસો પહેલા લાઈટ વર્કઆઉટ કર્યું હતું ત્યારબાદ તેને તેના શરીરમાં ભારે દુખાવો અને અસ્વસ્થતાનો અનુભવ થવા લાગ્યો હતો. જ્યારે તેની તબિયત બગડી, ત્યારે તેણે ChatGPTને તેના લક્ષણો જણાવ્યા. ચેટબોટે તાત્કાલિક હોસ્પિટલ જવાની સલાહ આપી.

યુઝરે Reddit પોસ્ટમાં લખ્યું
"મેં મારા લક્ષણો ChatGPTને સમજાવ્યા, અને તેણે મને તાત્કાલિક હોસ્પિટલમાં જવાની સલાહ આપી કારણ કે મારા લક્ષણો મધ્યમથી ગંભીર રેબડોમાયોલિસિસ સાથે મળતા હતા. " ChatGPTની સલાહને કારણે , તે વ્યક્તિ હોસ્પિટલમાં ગયો અને ચેકઅપ કરાવ્યું. અંતે તેને ગંભીર રેબડોમાયોલિસિસ હોવાનું બહાર આવ્યું.

અન્ય એક યુઝરની કહાની

અન્ય એક યુઝરે તેની બિલાડીની સારવારમાં ChatGPTની વિશેષ ભૂમિકા શેર કરી: "મારી બિલાડીનો જીવ પણ ChatGPTએ બચાવી લીધો છે. ડૉક્ટરે કહ્યું કે બિલાડીના પાછળના પગમાં બ્લડ ક્લોટ છે. પરંતુ ChatGPTએ હાઈ બ્લડ પ્રેશર તપાસવાનું કહ્યું, પરિણામે, યોગ્ય સારવારથી મારી બિલાડી બચી ગઈ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now