ચારધામ યાત્રાને લઈ અંગે થોડું અપડેટ આપને જણાવી દઈએ. યમુનોત્રી હાઇવે હાલમાં ઘણી જગ્યાએ બંધ છે. જેને ફરી ચાલુ કરવના પૂર જોસમાં પ્રયાસો ચાલી રહ્યા છે. ચારધામ યાત્રા બંધ થયાના ત્રીજા દિવસે પણ સેંકડો શ્રદ્ધાળુઓ યમુનોત્રી બાજુ ફસાયેલા છે. સ્થાનિક લોકો તેમને મફત ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી રહ્યા છે. આ સાથે સ્યાના ચટ્ટી ખાતે યમુના નદી પર બનેલું તળાવ યથાવત છે. સિલાઈ બંધ અને ઓજરી નજીક યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો કેટલોક ભાગ લેન્ડ-સ્લાઈડિંગ અટલે કે, ધોવાઈ જવાને કારણે બંધ છે. ધોરીમાર્ગને કાર્યરત બનાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ગંગોત્રી ધામની યાત્રા સુચારૂ ચાલી રહી છે. ગંગોત્રી યાત્રાનો માર્ગ ખુલ્લો છે. ચારધામ યાત્રા માટે લોકોએ યાત્રાળુઓ માટે રહેવા અને ભોજનની મફત વ્યવસ્થા કરી દીધી છે.
હવામાન અનુસાર DMને નિર્ણય લેવા સૂચના
સોમવારે સવારે ભારે વરસાદના રેડ એલર્ટને કારણે રાજ્ય સરકારે ચાર ધામ યાત્રા પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો . જિલ્લા મેજિસ્ટ્રેટને હવામાનની સ્થિતિ અનુસાર યાત્રા અંગે નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે. ચારધામ યાત્રા મેનેજમેન્ટ અને કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, 19 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ચારધામ અને હેમકુંડ સાહિબની મુલાકાત લીધી હતી. જ્યારે 2684 શ્રદ્ધાળુઓએ યાત્રા માટે ઓફલાઇન નોંધણી કરાવી છે.
''24 કલાકનો પ્રતિબંધ હટાવી લેવા પણ..''
ગઢવાલ ડિવિઝનના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે ''ચારધામ યાત્રા પરનો 24 કલાકનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. સરકાર યાત્રા પર આવતા યાત્રાળુઓની સુરક્ષા પ્રત્યે ગંભીર છે. ચારધામ યાત્રા રૂટ પર આવતા જિલ્લાઓના ડીએમને હવામાનની સ્થિતિના આધારે પોતપોતાના વિસ્તારોમાં વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે''.

_41dec0d4-2c58-48bf-8617-19dc98841a39.jpg)




