Chandrayaan 3 Lunar Soil Discovery: ભારતના ચંદ્રયાન-3 મિશને ફરી એકવાર દુનિયાભરના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. ચંદ્રની સપાટી પર તિરંગો લહેરાવ્યા બાદ, ચંદ્રયાન-3 હવે બ્રહ્માંડના એવા રહસ્યો ખોલી રહ્યું છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ISROના પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરથી એકત્ર કરેલા માટીના નમૂનાઓની તપાસમાં એક ખૂબ જ રસપ્રદ માહિતી સામે આવી છે. ચંદ્રના શિવ શક્તિ પોઈન્ટની માટીનો તાલમેલ બિલકુલ એ જ પ્રથમ ઉલ્કાપિંડ સાથે મળી રહ્યો છે, જેના વિશે પહેલીવાર પુષ્ટિ થઈ હતી કે તે ચંદ્ર પરથી તૂટીને પૃથ્વી પર પડ્યો હતો.
અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) ના વૈજ્ઞાનિકોએ આ સ્ટડી કરી છે, જે તાજેતરમાં જ npj સ્પેસ એક્સપ્લોરેશન જર્નલમાં પબ્લિશ થઈ છે. રિપોર્ટ અનુસાર, એન્ટાર્કટિકાના એલન હિલ્સ વિસ્તારમાં વર્ષ 1981-1982 દરમિયાન એક ઉલ્કાપિંડ મળ્યો હતો, જેને ALHA 81005 નામ આપવામાં આવ્યું હતું.
પંજાબ કોંગ્રેસમાં 'ખુરશી'નું રાજકારણ : ચન્નીની દાવેદારીથી સંગઠનમાં ઉઠ્યું અસંતોષનું તોફાન
જ્યારે ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે પોતાના આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (APXS) પેલોડની મદદથી શિવ શક્તિ સ્ટેશનની માટીની તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે આ માટી અને તે પ્રાચીન ઉલ્કાપિંડની રાસાયણિક સંરચના લગભગ એક સરખી જ છે. બંને માટીમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને આયર્ન ઓક્સાઇડની માત્રા આશરે બરાબર જોવા મળી છે.
શું તે ઉલ્કાપિંડ એ જ જગ્યાએથી તૂટ્યો હતો?
વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આનો અર્થ બિલકુલ એવો નથી થતો કે તે ઉલ્કાપિંડ સીધો શિવ શક્તિ પોઈન્ટ પરથી જ અલગ થઈને પૃથ્વી પર આવ્યો હતો. તેના બદલે, આ એ વાતનો પુરાવો છે કે બંને જગ્યાની માટી એક જ પ્રકારના મેગ્નેશિયમથી ભરપૂર 'લૂનર ક્રસ્ટ' (ચંદ્રનું ઉપરનું પડ) અને 'રેગોલિથ' (ચંદ્રની સપાટીનો કાટમાળ/ધૂળ) વાળો હિસ્સો છે.
મોટા રહસ્યો ખોલી રહી છે ચંદ્રની માટી
ISROના નિવેદન અનુસાર, આ એનાલિસિસથી એ પણ માહિતી મળે છે કે શિવ શક્તિ પોઈન્ટની માટી માત્ર ઉપરની સપાટીની નથી, પરંતુ તે ચંદ્રના અલગ-અલગ પડોના કાટમાળનું એક મિશ્રણ છે. જેમાં ચંદ્રના પેટાળમાં જોવા મળતા મેગ્નેશિયમથી ભરપૂર ખડકોના ટુકડા પણ સામેલ છે.
ઈસરોએ જણાવ્યું કે, શિવ શક્તિ સ્ટેશનની માટીનો સંબંધ ચંદ્રના આ પ્રથમ માન્યતા પ્રાપ્ત ઉલ્કાપિંડ સાથે જોડીને, ચંદ્રયાન-3 મિશને પ્રાચીન ચંદ્રના પડ (Crust) ના નિર્માણને સમજવા માટે નવા દ્વાર ખોલી દીધા છે.
શું ખરેખર તાજમહેલમાં હતું શિવ મંદિર? : 7 જુલાઈએ હાઈકોર્ટમાં થશે મહત્વની સુનાવણી





