Home Gujarat Chaitar Vasava Reveals About Raju Karpadas Resignation From Aap

'ભાજપે રાજુ કરપડાને ડરાવીને આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો' : AAPમાંથી રાજુ કરપડાના રાજીનામાં અંગે ચૈતર વસાવાએ કર્યો ઘટસ્ફોટ!

'ભાજપે રાજુ કરપડાને ડરાવીને આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2026, 06:55 AM IST

આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાના રાજીનામા મુદ્દે AAP નેતા ચૈતર વસાવાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે તેમને સમાચાર માધ્યમોથી જાણવા મળ્યું કે રાજુ કરપડાએ AAPમાંથી રાજીનામું આપ્યું છે. માહિતી મળતાં જ તેમણે રાજુભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

'ભાજપે રાજુ કરપડાને ડરાવીને આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો'

ચૈતર વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપે રાજુ કરપડાને ડરાવીને ખેડૂતોના આંદોલનને દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું હોઈ શકે છે. તેમણે કહ્યું કે રાજુભાઈ એક મજબૂત ખેડૂત નેતા છે અને તેઓ ખેડૂતોના હકો માટે અનેક લડતો લડી ચૂક્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાજુ કરપડાની ઓળખ એક સંઘર્ષશીલ અને નિડર નેતા તરીકે રહી છે.

રાજીનામા પાછળના કારણોને લઈને ચર્ચા તેજ

ચૈતર વસાવાના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધુ વધ્યો છે અને રાજુ કરપડાના રાજીનામા પાછળના કારણોને લઈને ચર્ચા તેજ બની છે.

રાજુ કરપડા હવે કઈ પાર્ટીમાં જાડાશે?

ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે તે કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને પણ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. જો કે, રાજકીય પંડિતોના મતે થોડા સમય માટે રાજુ કરપડા એક પણ પાર્ટીમા જોડાશે નહી ત્યારે બાદ કોઈપણ રાજકીય પાર્ટીમાં ખેસ ધારણ કરી શકે છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર
વડોદરામાં ગેસ કાળાબજારનો ભંડાફોડ
સતાધાર ધામમાં આત્મનિર્ભરતાની અનોખી મિસાલ
સુરતવાસીઓને જલસો!