Home Gujarat Chairman Iffco Dileep Sanghani Announced K J Patel As The New Managing Director Of Iffco

IFFCOના નવા મેનેજિંગ ડિરેક્ટર બન્યા કેજે પટેલ : ચેરમેન દિલીપ સંઘાણીએ કરી જાહેરાત

IFFCOના નવા મેનેજિંગ ડિરેક્ટર બન્યા કેજે પટેલ
Published by: OBS Bureau
Last Updated: Jul 31, 2025, 12:13 PM IST

IFFCO MD KJ Patel: વિશ્વની અગ્રણી સહકારી ખાતર કંપની, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ મહત્વપૂર્ણ સંસ્થાગત પરિવર્તનની જાહેરાત કરી છે. IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ દિલ્હીમાં જાહેર કર્યું કે સંસ્થાના ટેકનિકલ ડિરેક્ટર કેજે પટેલને નવા મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 32 વર્ષ સુધી સંગઠનને સેવા આપી ચૂકેલા પૂર્વ એમડી ઉદય શંકર અવસ્થી (યુએસ અવસ્થી)નું સ્થાન લેશે, જેઓ આજે, 31 જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે.

ટેકનિકલ કુશળતા અને નેતૃત્વનો મજબૂત અનુભવઃ

કેજે પટેલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે. તેઓએ પોતાના 32 વર્ષના કારકિર્દી દરમિયાન IFFCOના કલોલ અને પારાદીપ યુનિટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતના મોટા ફર્ટિલાઈઝર એકમો પૈકી એક છે. કેજે પટેલ નાઇટ્રોજન અને ફોસ્ફેટિક ખાતર પ્લાન્ટના જાળવણીમાં વિશેષ નિપુણતા ધરાવે છે અને તેમણે ઘણા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સામયિકોમાં ટેકનિકલ લેખો પણ પ્રકાશિત કર્યા છે.

IFFCO બોર્ડનો વિશ્વાસઃ

નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્તિની જાહેરાત કરતી વખતે IFFCOના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું કે, "IFFCO બોર્ડને પૂરો વિશ્વાસ છે કે કેજે પટેલનું નેતૃત્વ સંગઠન માટે નવી સિદ્ધિઓ હાંસલ કરશે અને મૂલ્યસર્જનના યૂગની શરૂઆત કરશે. તેઓ ખેડૂત અને સહકારી સંગઠનોની ભલાઈ માટે પ્રતિબદ્ધ છે."

કેજે પટેલ IFFCOના તેવા આગેવાનોમાં સમાવિષ્ટ છે, જેમના કામના મૂલ્યો ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ટકાઉ વિકાસને આધાર આપે છે. તેઓ આકાર્યક્ષમતાઓમાં સુધારાના તેમજ નવી ટેક્નોલોજીના એકીકરણના હમેશા સમર્થક રહ્યાં છે. કેજે પટેલનો IFFCOના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો ઉદય માત્ર વ્યાવસાયિક પરિવર્તન નહીં, પરંતુ સંગઠનના વિકાસ માટે નવી દિશામાં પગલાં છે. IFFCOના આગામી અધ્યાય માટે તેઓ એક મજબૂત નેતૃત્વ પૂરૂં પાડશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now