Home Gujarat Central Government Has Issued Notification Regarding The Waqf Amendment Act Implemented From Offbeatstories

વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ દેશમાં આજથી લાગુ : કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું, કાયદા વિરૂદ્ધ પ્રદર્શનો શરૂ

વક્ફ એમેન્ડમેન્ટ એક્ટ દેશમાં આજથી લાગુ
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 02:27 PM IST

કેન્દ્ર સરકારે 8 એપ્રિલ 2025 થી અમલમાં આવેલ વકફ સુધારા અધિનિયમ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અને કેન્દ્રએ કહ્યું છે કે નવો વક્ફ કાયદો આજથી એટલે કે બુધવાર, 8 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. વક્ફ સુધારા બિલને સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે (5 એપ્રિલ) ના રોજ તેને મંજૂરી આપી હતી.


નવા વકફ કાયદા વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, AIMIM અને આમ આદમી પાર્ટી (AAP) એ અલગ-અલગ અરજીઓ સાથે તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કેન્દ્ર સરકારના મતે આ કાયદો મુસ્લિમ વિરોધી નથી અને તેનો ઉદ્દેશ્ય વકફ મિલકતોના ભેદભાવ અને દુરુપયોગને રોકવાનો છે. 


બિલને લઈને કોણે કેટલા મત આપ્યાં

વક્ફ સુધારા બિલને લઈને લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં લોકસભાની વાત કરીએ તો  વકફ સુધારા વિધેયકની તરફેણમાં 288 અને તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. જ્યારે રાજ્યસભામાં બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 વોટ પડ્યા હતા.


સુપ્રીમ કોર્ટમાં 15 અરજી દાખલ થઈ છે

આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં કુલ 15 અરજીઓ દાખલ કરવામાં આવી છે. તે જ સમયે, કેન્દ્ર સરકારે એકપક્ષીય આદેશની શક્યતાને ટાળવા માટે કેવિયેટ દાખલ કરી હતી. મણિપુર, પશ્ચિમ બંગાળ અને પટના સહિત દેશના ઘણા રાજ્યોમાં વકફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now