Home National Cbse Class 12 Result 2026 Declared Check Marksheet Digilocker Sms

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર : 85.20% વિદ્યાર્થીઓ પાસ, ગત વર્ષ કરતા પરિણામમાં ઘટાડો; જાણો તમારા માર્કસ કેવી રીતે તપાસશો

CBSE 12th Result 2026
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: May 13, 2026, 08:54 AM IST

CBSE 12th Result 2026: CBSE દ્વારા ધોરણ 12ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે બોર્ડનું સરેરાશ પરિણામ 85.20% નોંધાયું છે, જે પાછલા વર્ષ 2025ના 88.39% પરિણામની તુલનામાં આશરે 3% જેટલું ઓછું છે. આ વર્ષની પરીક્ષા પદ્ધતિમાં મહત્વનો બદલાવ કરતા ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમ દ્વારા ઉત્તરવહીઓની ચકાસણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે.

નોંધનીય છે કે ઓનલાઇન જાહેર કરાયેલું આ સ્કોરકાર્ડ પ્રોવિઝનલ ગણાશે, તેથી વિદ્યાર્થીઓએ તેમની અસલી માર્કશીટ પોતાની શાળામાંથી રૂબરૂ મેળવવાની રહેશે. આ ઉપરાંત, બોર્ડે આ વખતે પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં અને શાળાઓને કોઈપણ વિદ્યાર્થીને ટોપર તરીકે જાહેર ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.

વેબસાઇટ અને એપ દ્વારા પરિણામ ક્યાં તપાસશો?

વિદ્યાર્થીઓ નીચે મુજબના પ્લેટફોર્મ પરથી પોતાનું રિઝલ્ટ મેળવી શકે છે:

આ પણ વાંચો: NEET UG 2026 પેપર લીક કેસમાં મોટો ખુલાસો! : રાજસ્થાનમાંથી નહીં થયું લીક- SOG IGનો ચોંકાવનારો દાવો, કેસ હવે CBIના હાથમાં

પરિણામ જોવા માટે જરૂરી વિગતો

વેબસાઇટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે વિદ્યાર્થીઓએ નીચેની માહિતી તૈયાર રાખવી પડશે:

  • રોલ નંબર (Roll Number)

  • સ્કૂલ નંબર (School Number)

  • એડમિટ કાર્ડ ID/સેન્ટર નંબર

  • જન્મ તારીખ અને સિક્યોરિટી કોડ (Captcha)

ઇન્ટરનેટ વગર SMS દ્વારા રિઝલ્ટ મેળવવાની રીત

જો સર્વર ડાઉન હોય કે ઇન્ટરનેટની સુવિધા ન હોય, તો વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ ગુણ મેળવી શકે છે:

  1. મોબાઇલમાં મેસેજ બોક્સ ઓપન કરો.

  2. CBSE 12મું પરિણામ 2026 (રોલ નંબર) ટાઇપ કરો.

  3. આ મેસેજને 7738299899 પર મોકલી આપો.

  4. થોડી જ સેકન્ડોમાં તમારું પરિણામ ઇનબોક્સમાં આવી જશે.

આ પણ વાંચો: NEET-UG 2026ની એક્ઝામ રદ : 23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, પેપર લીકની ફરિયાદ પછી લેવાયો નિર્ણય


DigiLocker પર માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?

જે વિદ્યાર્થીઓનું APAAR ID લિંક થયેલું છે, તેઓ સીધું જ DigiLocker માંથી ડોક્યુમેન્ટ મેળવી શકશે. જેમની પાસે આ ID નથી, તેમણે એકાઉન્ટ બનાવવું પડશે.

  • DigiLocker એપમાં લોગિન કરી “Education” સેક્શનમાં જઈ CBSE પસંદ કરો.

  • “Class XII Marksheet 2026” પર ક્લિક કરી રોલ નંબર જેવી વિગતો ભરો.

  • “Fetch” બટન પર ક્લિક કરતા જ ડિજિટલ માર્કશીટ સ્ક્રીન પર દેખાશે.

પાસ થવા માટેના નિયમો અને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા

CBSE ના નિયમ મુજબ, દરેક વિષયમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા અનિવાર્ય છે.

  • જો કોઈ વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ થાય, તો તેને કમ્પાર્ટમેન્ટ પરીક્ષા આપીને વર્ષ બચાવવાની તક મળશે.

  • પરંતુ, જો કોઈ બે કે તેથી વધુ વિષયોમાં નાપાસ થાય છે, તો તેણે સમગ્ર વર્ષ ફરીથી 12મા ધોરણની પરીક્ષા આપવી પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now