Home International Cash Found Under Rajyasabha Congress Mp Rajyasabha Vivad

રાજ્યસભામાં રાજકીય રમખાણ! : રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી નીકળ્યા નોટોના બંડલ, જાણો કોણ છે એ સાંસદ

રાજ્યસભામાં રાજકીય રમખાણ!
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2024, 07:08 AM IST

સંસદના બન્ને ગૃહોમાં શિયાળુ સત્ર દરમિયાન ગરમાગરમી યથાવત છે. જો કે શુક્રવારે રાજ્યસભાના કોંગ્રેસ સાંસદની સીટ નીચેથી નોટોના બંડલ નીકળતાં ભારે હોબાળો થયો છે. કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ નીચેથી કેશના બંડલ મળ્યાની માહિતી રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે આપી. જે બાદ ભાજપ અને કોંગ્રેસના સાંસદો વચ્ચે તૂતૂ-મેમેંને લઇ માહોલ ગરમાયો હતો. 


‘‘ચેકિંગમાં નોટોના બંડલ મળ્યા’’

રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું કે, ‘હું સાંસદોને જણાવવા માંગુ છું કે ગઈકાલે (ગુરુવારે) ગૃહ સ્થગિત કર્યા પછી નિયમિત ચેકિંગ દરમિયાન સુરક્ષા અધિકારીઓએ સીટ નંબર 222 પરથી ચલણી નોટો મળી આવી હતી, જે હાલમાં તેલંગાણામાંથી ચૂંટાઈ છે. અભિષેક મનુ સિંઘવીને રાજ્ય ફાળવવામાં આવ્યું છે. આ બાબત મારા ધ્યાન પર લાવવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે આ મામલે તપાસ થઈ રહી છે.



કોંગ્રેસની સ્પષ્ટતા: 

નોટોના બંડલ મળ્યાના વિવાદ બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી. ખડગેએ કહ્યું કે, જ્યાં સુધી સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે ત્યાં સુધી કંઇ પણ સ્પષ્ટ કહી ન શકાય. પરંતુ આ મામલે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સભાપતિએ કોંગ્રેસ સાંસદનું નામ લેવાની જરૂર ન હતી.’’


સત્તાપક્ષનો હંગામો:

રાજ્યસભાના સાંસદની સીટ નીચે બંડલ મળી આવ્યા બાદ સત્તાપક્ષે હંગામો શરૂ કર્યો. સમગ્ર વિવાદ મુદ્દે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. નડ્ડાએ કહ્યું કે, ‘આ ખુબ ગંભીર મામલો છે. આ ઘટના ગૃહની ગરિમા પર પ્રહાર છે.’ તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે પૂછ્યું કે-‘આ પૈસા શા માટે લાવવામાં આવ્યા તે મોટો સવાલ છે’



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
Russian Military Plane Crash
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video