Home Gujarat Case Of Initiation Of 7 Year Old Daughter In Surat

સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા આપવાનો મામલો : ફેમિલી કોર્ટ બંને પક્ષનું કરાવ્યુ સમાધાન, પતિ-પત્ની સાથે રહેશે, દીકરીની દીક્ષા સ્થગિત

સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા આપવાનો મામલો
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 11:37 AM IST

Surat Family Court : સુરત શહેરમાં 7 વર્ષની નાબાલિગ દીકરીને દીક્ષા આપવા મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આજે મહત્વનો અને સુખદ નિર્ણય આવ્યો છે. આ મામલે દીકરીના પિતા દ્વારા સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જ્યારે દીકરીની માતા દ્વારા દીકરીને હાલ દીક્ષા ન આપવા બાબતે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. આજે આ કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષના વકીલો ફેમિલી કોર્ટમાં હાજર રહ્યા હતા.

દલીલો બાદ અંતે સુખદ સમાધાન

ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની વિગતવાર દલીલો બાદ અંતે સુખદ સમાધાનનો નિર્ણય આવ્યો છે. કોર્ટના નિર્ણય મુજબ નાબાલિગ દીકરીની દીક્ષા હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. આ નિર્ણયને દીકરીના હિત અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયો હોવાનું વકીલોએ જણાવ્યું હતું.

પતિ અને પત્ની ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો

કોર્ટમાં થયેલા સમાધાન મુજબ આજથી પતિ અને પત્ની ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. દીકરીના પિતાની તરફથી રજૂઆત કરતા વકીલે જણાવ્યું હતું કે હવે પતિ આ કેસમાં આગળ કોઈ કાનૂની લડત લડવા માંગતા નથી. તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે દીકરીના ભવિષ્ય અને કલ્યાણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

વકીલોએ ફેમિલી કોર્ટના આ નિર્ણયને આવકાર્યો

બન્ને પક્ષના વકીલોએ ફેમિલી કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે અને આ સમાધાનને પરિવાર માટે હકારાત્મક પગલું ગણાવ્યું છે. આ ચુકાદાથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે અને દીકરીના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now