Car sales figures for November 2025: નવેમ્બર 2025 ના કાર વેચાણના આંકડા ભારતીય ઓટોમોબાઇલ માર્કેટની નવી દિશા દર્શાવે છે. ગયા વર્ષની સરખામણીએ, આ વર્ષે ઘણા મોડલોએ જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી છે, જે ગ્રાહકોના બદલાતા વલણો અને નવા મોડલોની લોકપ્રિયતા તરફ ઈશારો કરે છે. નવેમ્બર 2025 માં સૌથી વધુ વેચાયેલી ટોપ-10 કારના વેચાણમાં કઈ કઈ કારનો સમાવેશ થાય છે. અને 2024 ના નવેમ્બરમાં કેટલું વેચાણ હતું? તેની સંપૂર્ણ માહિતી જાણો.
ટોપ-3 કાર: Nexon, Dzire અને Swift નો જલવો
નવેમ્બર 2025 માં, Tata Nexon ફરી એકવાર ટોચ પર આવી ગઈ છે. Tata Nexon નવેમ્બર 2025 માં 22,434 યુનિટ્સ વેચીને પ્રથમ સ્થાન મેળવ્યું છે, જે નવેમ્બર 2024 (15,329 યુનિટ્સ) ની સરખામણીમાં એક નોંધપાત્ર ઉછાળો છે. સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં તેનું પ્રભુત્વ મજબૂત બન્યું છે. Maruti Suzuki Dzire આશ્ચર્યજનક રીતે, Maruti Suzuki Dzire (21,082 યુનિટ્સ) વેચાણના આંકડામાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. નવેમ્બર 2024 માં 11,779 યુનિટ્સની સરખામણીમાં આ લગભગ બે ગણી વૃદ્ધિ છે, જે ભારતીય પરિવારોમાં સેડાનની લોકપ્રિયતા પાછી લાવી રહી છે. Maruti Suzuki Swift લાંબા સમયથી પ્રિય રહેલી Maruti Suzuki Swift 19,733 યુનિટ્સ સાથે ત્રીજા સ્થાને છે, જેને પણ ગયા વર્ષના 14,737 યુનિટ્સના વેચાણ કરતાં સારો ગ્રોથ નોંધાવ્યો છે.
SUV અને હેચબેકનું મિશ્રણ
ટોપ-10 ની લિસ્ટમાં SUV અને હેચબેકનું સંતુલિત મિશ્રણ જોવા મળે છે, જે દર્શાવે છે કે ગ્રાહકો દરેક સેગમેન્ટમાં રસ લઈ રહ્યા છે. Tata Punch એ એક માઇક્રો-એસયુવી સેગમેન્ટમાં આવે છે જેનું મજબૂત પ્રદર્શન ચાલુ છે, punch નવેમ્બર 2025 માં 18,753 યુનિટ્સ વેચ્યા, જેને ગયા વર્ષના 15,435 યુનિટ્સથી વધારો નોંધાવ્યો છે. Hyundai Creta ના નવેમ્બર 2025 માં 18,753 યુનિટ્સનું વેચાણ કર્યું, જે ગયા વર્ષના 17,435 યુનિટ્સની સરખામણીમાં સારો ગ્રોથ નોંધાવ્યો છે. Maruti Suzuki Ertiga MPV સેગમેન્ટમાં સૌથી વધુ કાર વેચવાનો રેકોર્ડ ધરાવે છે. Ertiga નવેમ્બર 2025 માં 16,197 યુનિટ્સ વેચ્યા, જે 2024 ના નવેમ્બરમાં 15,150 યુનિટ્સ હતો. Mahindra Scorpio N અને Classic એ પણ ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે, Mahindra Scorpio 2025 ના નવેમ્બરમાં 15,616 યુનિટ્સનું વેચાણ કર્યું, જે 2024 ના 12,704 યુનિટ્સ કરતાં વધુ સારું પ્રદર્શન છે.
Brezza માં ઘટાડો થયો
Maruti Suzuki Fronx નવેમ્બર 2025 માં 15,058 યુનિટ્સ અને Wagon R 14,619 યુનિટ્સ એ સ્થિર વેચાણ જાળવી રાખ્યું છે. Fronx ની લોકપ્રિયતા માર્કેટમાં નવા ક્રોસઓવરના વધતા વલણને દર્શાવે છે, જ્યારે Wagon R બજેટ-ફ્રેન્ડલી હેચબેકમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે. જોકે, Maruti Suzuki Vitara Brezza એકમાત્ર એવી કાર છે જેના વેચાણમાં નવેમ્બર 2024 માં 14,918 યુનિટ્સની સરખામણીમાં નવેમ્બર 2025 માં 13,947 યુનિટ્સ વેચીને ઘટાડો નોંધાયો છે.
Ertiga નું વેચાણ Scorpio કરતાં વધુ!
નવેમ્બર 2025 ના વેચાણના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, ભારતીય ગ્રાહકોમાં Tata Nexon અને Dzire જેવી કાર્સની માંગ ખુબ વધી છે. ફેમિલી કારમાં Ertiga નું વેચાણ Scorpio કરતાં વધુ નોંધવું એ આશ્ચર્યજનક છે. અને સેડાન અને હેચબેક બંનેમાં જબરદસ્ત વૃદ્ધિ નોંધાઈ છે, જે ઓટો સેક્ટર માટે સકારાત્મક સંકેત દર્શાવે છે.





















