ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી) એ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (સીઈસી) કેટેગરી હેઠળ અન્ય એક એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો યોજ્યો હતો. આ ડ્રો વર્ષ 2025 માટે સીઇસી-વિશિષ્ટ ત્રીજો ડ્રો છે. કુશળ કામદારોને આમંત્રિત કરવા માટે કેનેડા અવારનવાર એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો યોજતું રહ્યું છે.
જો કે, તાજેતરના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં આમંત્રિત થયેલા ઉમેદવારો પાસે હવે કેનેડાના કાયમી રહેઠાણ (પીઆર) માટે તેમની અરજી પૂર્ણ કરવા માટે 60 જ દિવસ રહેશે. જો તેઓ સમયની અંદર અરજી પૂર્ણ નહીં કરે અને સમયમર્યાદા સમાપ્ત થાય છે, તો અરજી માન્ય નહીં રહે.
હાલના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોના પરિણામો
એક્સપ્રેસ એન્ટ્રીનો તાજેતરનો ડ્રો બુધવારે એટલે (5 ફેબ્રુઆરી)એ યોજાયો હતો આ ડ્રો હેઠળ, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (CEC) કેટેગરી હેઠળ 4000 ઉમેદવારોને આમંત્રણ મળ્યું. અરજી કરવા માટે જરૂરી લઘુતમ CRS સ્કોર 521 છે. જો એકથી વધુ ઉમેદવારનો લઘુતમ સ્કોર હોય, તો કટ-ઓફ તેમની એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ જમા કરવાની તારીખ અને સમયના આધારે નક્કી કરવામાં આવશે.
કેનેડિયન એક્સપીરિયન્સ ક્લાસ શું છે?
કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ (સીઇસી) જે કેનેડાના એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ હેઠળ સૌથી ઝડપી ઇમિગ્રેશન પદ્ધતિઓમાંની એક માનવામાં આવે છે. તે કેનેડામાં વર્ક એક્સપીરિયન્સ ધરાવતા અને કેનેડાના PR મેળવવા માગતા માંગતા કામદારો માટે તૈયાર કરવામાં આવ્યા છે.





