કેનેડાના કેલગરીનો એક ખૂબ જ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં બો વેલી કોલેજ ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ પર એક વ્યક્તિ એક છોકરીને હિંસક રીતે ધક્કો મારતો જોઈ શકાય છે. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાની ઘણી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જે છોકરી પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે તે ભારતીય છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લુ જેકેટ અને ડાર્ક બ્રાઉન પેન્ટ પહેરેલા એક વ્યક્તિએ સ્ટેશન પર ઉભેલી યુવતી પર હિંસક હુમલો કર્યો હતો. આ વ્યક્તિએ પહેલા યુવતીનું ગળું દબાવ્યું હતું. પછી તેનું જેકેટ પકડ્યું, અને તેને ધક્કા માર્યા આ પછી તેણે ફોન માંગવાનું શરૂ કર્યું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી ડરથી ચીસો પાડવા લાગે છે. પ્લેટફોર્મ પર ઘણા લોકો હાજર છે, પરંતુ કોઈએ હુમલાખોરને રોકવા અથવા છોકરીની મદદ કરવા માટે કોઈ પગલું ભર્યું નથી. તે વ્યક્તિ ફોન લીધા વિના ત્યાંથી નીકળી જાય છે. આ પછી યુવતીએ તરત જ પોલીસને હુમલાની જાણ કરી.
Visuals have emerged from the City Hall/Bow Valley College Train Station in Calgary, Canada, where a man violently pushed a girl on the platform. Shockingly, no one nearby stepped in to help her. Several social media posts claim that the girl is of Indian origin.. pic.twitter.com/ecNtUgQZnb
— Canadian Media Corporation (@Canadianintake) March 25, 2025
શું આ હુમલો વંશીય રીતે પ્રેરિત હતો?'
મળતી માહિતી સાર, હુમલાખોરને અડધા કલાકમાં પૂર્વ ગામમાંથી પકડી લેવામાં આવ્યો હતો. આરોપીની ઓળખ બ્રેડન જોસેફ જેમ્સ ફ્રેન્ચ તરીકે થઈ છે. જો કે, ટોળાએ છોકરીને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. જે ભારતીય હોવાનું દેખાતું હતું. તેના વિડિયોએ ઘણાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા કે શું હુમલો વંશીય રીતે પ્રેરિત હતો. જોકે, પોલીસે આ વાતને નકારી કાઢી છે.






