ગુજરાતની રાજકીય હલચલમાં આજે નવી વિગતો સામે આવી છે. રાજ્યના મંત્રીમંડળનું તાજેતરમાં અપેક્ષિત વિસ્તરણની ચર્ચા હવે ગમે ત્યારે સાર્થક થઈ શકે છે, આવતીકાલે મંત્રી મંડળનું વિસ્તરણ પણ થઈ શકે અથવા સપ્તાહના અંત સુધી લંબાઈ શકે છે. આ સાથે હાલના મંત્રીઓમાં ખુરશી હટવાનો ફફડાટ હોય તેવી પણ રાજકીય સૂત્રોમાં ચર્ચા છે અને નવા ધારાસભ્યોમાં ઉત્સુકતાનું માહોલ જોવા મળી રહ્યો છે.
CM મુંબઈથી પાછા ફરીને મળી શકે રાજ્યપાલને?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મુંબઈ પ્રવાસે જવાના છે, જ્યાંથી પાછા ફર્યા બાદ તેઓ રાજ્યપાલને મળીને મંત્રીમંડળના વિસ્તરણની અરસપરસ ચર્ચા કરી શકે છે. ગાંધીનગર ખાતે સચિવાલય અને મંત્રી વિભાગોમાં શાંતીનો માહોલ છે, ઘણા મંત્રીઓના કાર્યલયો હાલ ખાલી જોવા મળી રહ્યા છે, જે દર્શાવે છે કે મોટી બદલાવની શક્યતા ઊભી થઈ ગઈ છે.
ખુરશી ડગમગવાનો ડર શરૂ, યુવાઓમાં આશાનું કિરણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતીકાલ મોડી રાત સુધીમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો સાચી પણ ઠરી શકે છે, જો કે હજુ સુધી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના યુવા ધારાસભ્યો નવા સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક વર્તમાન મંત્રીઓમાં પદ ગુમાવવાના ભયના કારણે તણાવની પણ વાત ચર્ચા છે. અંદરની રણનીતિ મુજબ, ભાજપ યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપી શકવાની શક્યતા છે, જે 2027ની તૈયારીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
જાણો વર્તમાનમાં કોના પાસે કઈ જવાબદારી
ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ (મુખ્યમંત્રી)
સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો
કેબિનેટ કક્ષાના મંત્રીઓ
કનુભાઈ મોહનલાલ દેસાઈ
નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
ઋષિકેશ ગણેશભાઈ પટેલ
આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ
કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
બલવંતસિંહ ચંદનસિંહ રાજપુત
ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો
મુળુભાઈ હરદાસભાઈ બેરા
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ
કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોર
આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ભાનુબેન મનોહરભાઈ બાબરીયા
સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ
રાજ્યકક્ષાના મંત્રીઓ
હર્ષ રમેશકુમાર સંઘવી
રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્યકક્ષા)
જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ
સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ(તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્યકક્ષા)
પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી
મત્સ્યોદ્યોગ અને પશુપાલન
બચુભાઈ મગનભાઈ ખાબડ
પંચાયત, કૃષિ
મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ
વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
પ્રફુલ છગનભાઈ પાનસેરીયા
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
ભીખુસિંહજી ચતુરસિંહજી પરમાર
અન્ન અને નાગરિક પુરવઠા, સામાજીક ન્યાય અને અધિકારીતા
કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ






