CA પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI)એ CA Foundation, Intermediate અને Finalની September/November 2026 પરીક્ષાઓ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. પરીક્ષા આપવાના ઇચ્છુક ઉમેદવારો હવે ICAI e-Services Portal પર જઈને અરજી કરી શકે છે. ICAI દ્વારા પરીક્ષાનું સમયપત્રક અગાઉ જ જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારોને છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.
મહત્વની તારીખો
CA પરીક્ષા માટે અરજી સાથે જોડાયેલી મહત્વની તારીખો નીચે મુજબ છે:
નોંધણી શરૂ: 6 July 2026
લેટ ફી વગર અરજી કરવાની છેલ્લી તારીખ: 19 July 2026
લેટ ફી સાથે અરજી કરવાની છેલ્લી તારીખ: 22 July 2026
કરેકશન વિન્ડો: 23 July થી 25 July 2026
અરજી કેવી રીતે કરશો?
ઉમેદવારો નીચે મુજબ ઓનલાઈન અરજી કરી શકે છે:
ICAIના e-Services Portal પર જાઓ.
તમારા લોગિન ID અને પાસવર્ડથી સાઇન ઇન કરો. નવા ઉમેદવારો પહેલાં રજિસ્ટ્રેશન કરે.
વ્યક્તિગત, શૈક્ષણિક અને પરીક્ષા સંબંધિત વિગતો ભરો.
જરૂરી દસ્તાવેજો નિર્ધારિત ફોર્મેટમાં અપલોડ કરો.
તમામ વિગતો ચકાસ્યા બાદ ઓનલાઈન અરજી ફી ભરો.
અરજી સબમિટ કરીને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરી સાચવી રાખો.
અરજી કરતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
ICAIએ ઉમેદવારોને અરજી દરમિયાન કોર્સ, પરીક્ષા કેન્દ્ર અને અપલોડ કરેલા દસ્તાવેજોની માહિતી ધ્યાનપૂર્વક ચકાસવાની સલાહ આપી છે. જો કોઈ ભૂલ થાય તો તેમાં સુધારો માત્ર Correction Window દરમિયાન જ કરી શકાશે. ઉમેદવારોએ અરજી શરૂ કરતા પહેલાં તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અને સ્થિર ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
સમયસર અરજી કેમ જરૂરી?
સમયસર નોંધણી પૂર્ણ કરવાથી ઉમેદવારોને અરજી સંબંધિત મુશ્કેલીઓથી બચી શકાય છે અને તેઓ પરીક્ષાની તૈયારી પર વધુ ધ્યાન આપી શકે છે. છેલ્લી તારીખ નજીક સર્વર પર વધતા ટ્રાફિકને કારણે ટેક્નિકલ સમસ્યાઓ પણ થઈ શકે છે.





