Home Business Businessman Nirav Modi Bail Petition Rejected In London

ભાગેડું નીરવ મોદીને મોટો ઝટકો : નીરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે ફરી ફગાવી, ભારતને મોટી કાનૂની સફળતા

ભાગેડું નીરવ મોદીને મોટો ઝટકો
Published by: OBS Bureau
Last Updated: May 15, 2025, 07:04 PM IST

ભારતીય બેન્કિંગ ઇતિહાસના સૌથી મોટા કૌભાંડોમાંના એક કૌભાંડના આરોપી, નીરવ મોદીને લંડન હાઇકોર્ટમાંથી વધુ એક મોટો આંચકો લાગ્યો છે. આજે કિંગ્સ બેંચ ડિવિઝન ઓફ હાઇકોર્ટ ઓફ જસ્ટિસ, લંડનએ તેની જામીન અરજી ફગાવી દીધી છે.

આ કેસમાં ભારત સરકાર તરફથી સીબીઆઇ (CBI) અને યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) દ્વારા મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. CPSના વકીલો એ ભારતીય તપાસ એજન્સી CBIની સહાયથી જામીનનો ઘાટ ઊંધો કરી દીધો. CBIના વરિષ્ઠ તપાસ અધિકારીઓ અને કાનૂની નિષ્ણાતો ખાસ આ દલીલ માટે લંડન પહોંચ્યા હતા.

શું છે કેસની વિગતો ?

નીરવ મોદી અને તેના સાગરીતો પર આરોપ છે કે તેમણે પંજાબ નેશનલ બેંક (PNB) સાથે મળીને ફર્મો અને શેલ કંપનીઓના જાળથી રૂ. 6,498.20 કરોડની છેતરપિંડી કરી. આ કામ તેણે ફાયર સર્ક્યુલર ઓફ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ (LoUs)ના દુરુપયોગથી કર્યું હોવાનું સીબીઆઇના તપાસમાં ખુલ્યું છે.

2018માં આ કૌભાંડ સામે આવતા જ નીરવ મોદી ભારતમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ તે યુકેમાં છુપાયો હતો. 19 માર્ચ 2019થી તે લંડનમાં જેલમાં બંધ છે અને ભારત સરકારે તેની વિદેશી પ્રતિપત્ર પ્રક્રિયા (Extradition) શરુ કરી હતી.

વિદેશી પ્રતિપત્ર મંજૂર, પણ જામીન માટે સતત પ્રયાસ

યુકેના ન્યાયાલયે નીરવ મોદીની વિદેશી પ્રતિપત્રને 2022માં મંજૂરી આપી હતી અને બ્રિટિશ હોમ ઓફિસે પણ તેને ભારત હવાલે કરવા માટે લીલી ઝંડી આપી હતી. જોકે, નીરવ મોદીએ આ નિર્ણય વિરૂદ્ધ અપીલો કરી હતી સાથેસાથે જામીન માટે અત્યાર સુધીમાં કુલ 10 વખત અરજી કરી છે. પરંતુ દરેક વખતે તેને નિરાશા હાથ લાગી છે.

સીબીઆઇ માટે મહત્વની જીત

આ છેલ્લી જામીન અરજી પણ CBI અને CPSની તકરારભરી દલીલો બાદ ફગાવી દેવામાં આવી છે, જે ભારત માટે કાનૂની રીતે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. ભારતીય એજન્સીઓ દ્વારા ન્યાયપ્રણાલીમાં વિશ્વાસ પુન:સ્થાપિત કરવા માટે આ પ્રયાસો કરાઇ રહ્યા છે કે, મોટા કૌભાંડી પણ કાયદાથી બચી શકતા નથી.

હવે આગળ શું?

હવે સવાલ એ છે કે નીરવ મોદીને ક્યારે ભારત લાવવામાં આવશે. તેની અપીલ પ્રક્રિયા યુકેની સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે, પણ ભારત સરકાર માટે આ એક મોટા માર્ગનો અગત્યનો પડાવ છે. જો દરેક કાનૂની અવરોધો દૂર થાય, તો જલ્દી નીરવ મોદીને ભારત લાવવામાં આવી શકે છે અને અહીં તેના પર ટ્રાયલ શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now