Home Business Business What Is The Rate Of Petrol Diesel In Diffrent Cities

PETROL-DIESEL PRICE TODAY : 8 ફેબ્રુઆરીએ દેશભરમાં કેટલા છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

PETROL-DIESEL PRICE TODAY
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2025, 05:08 AM IST

PETROL-DIESEL PRICE: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં વધઘટ યથાવત છે, આ આધાર પર જ દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી થાય છે. રાષ્ટ્રીય સ્તર પર ઈંધણની કિંમતમાંસામાન્ય બદલાવ જોવા મળ્યો છે. રાજ્યોમાં જુદા જુદા શહેરોમાં ઈંધણની કિંમતમાં સામાન્ય ફેરફાર થયો છે.

 ઈન્ટરનેશલ માર્કેટમાં ક્રૂડના ભાવ 75 ડોલરની નીચે જતા રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 74.66 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. WTIનો રેટ પણ 71 ડૉલર પ્રતિ બેરલ થયો છે.  જો કે દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં ઈંધણના ભાવમાં કઈ ખાસ બદલાવ જોવા મળ્યો નથી.

 

દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવ (પ્રતિ લીટર)

શહેર           પેટ્રોલ  (રૂ.)                 ડીઝલ (રૂ.) 

દિલ્હી          94.72                          87.62

મુંબઈ          104.21                          92.15

ચેન્નઈ          100.75                         92.34

કોલકત્તા       103.94                          90.76      

 

 

 

દરરોજ બદલાય ઈંધણની કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક વધઘટ જોવા મળે છે.  એક્સાઈઝ ડ્યુટી, વેટ, ડીલર કમિશન ઉમેર્યા પછી ઈંધણની મૂળ કિંમત કરતા ભાવ બમણા થાય છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારની અસર ઈંધણના ભાવ વધઘટમાં જોવા મળે છે.

 

SMSથી જાણો તમારા શહેરના ઈંધણના ભાવ

તમને જણાવી દઈએ કે રાજ્યસ્તર પર ટેક્સ લાગવાના કારણે જુદા જુદા શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બદલાવ જોવા મળતો હોય છે. તમે તમારા ફોનથી SMSકરીને પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ભાવ જાણવા માટે RSPકોડ લખીને 9224992249 પર મેસેજ મોકલો.  જે તે શહેરનો RSPકોડ જાણવા અહીં ક્લિક કરો

https://iocl.com/petrol-diesel-price

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now