Home International Business Utility Lpg Price Hike Govt Increase Lpg Cylinder Price By 50 Rupees Offbeatstories

ગૃહિણીનાં બજેટ પર વધુ એક માર : રાંધણ ગેસનાં ભાવમાં 50 રૂપિયાનો વધારો

ગૃહિણીનાં બજેટ પર વધુ એક માર
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 11:47 AM IST

નાણાકિય વર્ષ બાદ એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ બિજા સોમવારે દેશભરમાં મોંધાવારીનો જોરદાર આંચકો જોવા મળ્યો છે. દિવસ શરૂ થતાં જ પહેલા તો શેરબજારનું માર્કેટ ક્રેશ થયું ત્યાં પેટ્રોલ, ડીઝલ પર એક્સાઈઝ ડયુડીમાં વધારો અને હવે રાંધણ ગેસનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. સરકારે 14 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.


પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મીડિયાને સંબોધતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય કિંમતો વધી રહી છે અને આપણી કિંમતો ઘટી રહી છે. અમે નિર્ણય લીધો છે કે એલપીજીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે અમે એલપીજીના મામલે ઘણી પ્રગતિ કરી છે અને હવે અમારી પાસે ઉજ્જવલા યોજના પણ છે, જેના 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે. તેમણે કહ્યું કે આજે આપણા ભાઈ-બહેનોને લાકડા, ગોબર અને અન્ય વસ્તુઓથી આઝાદી મળી છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ ગરીબ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવે છે, જેથી તેઓ સ્વચ્છ રસોઈ ઇંધણ એટલે કે એલપીજી મેળવી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,