Home Business Business Petrol Diesel Price In India Today

ઓફિસ જતા ઘરે આવતા વાહનના ટાંકા ફુલ કરજો : પેટ્રોલ-ડીઝલના ભાવ સારા એવા ઘટ્યા

ઓફિસ જતા ઘરે આવતા વાહનના ટાંકા ફુલ કરજો
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 04:53 AM IST

સરકારી તેલ કંપનીઓએ મંગળવારના પેટ્રોલ-ડીઝલની કિંમત જાહેર કરી છે. મહત્વનું છે કે  ઈંધણના ભાવમાં વધઘટ આંતરરાષ્ટ્રીય ક્રૂડ માર્કેટ પર નિર્ભર રહેતી હોય છે. દેશના જુદા જુદા શહેરોમાં ઈંધણના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડના ભાવ 80 ડૉલરની નીચે જતા જોવા મળ્યા છે, આ ભાવ ઘટાડાની અસર ઘરેલુ બજારમાં પણ જોવા મળી છે. કાચા તેલની કિંમતમાં છેલ્લા કેટલાય દિવસથી ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 77.33 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. WTIનો રેટ પણ ઉછળ્યો જેની સાથે 73.37 ડૉલર પ્રતિ બેરલ થયો છે.  જો કે દિલ્હી-મુંબઈ જેવા મોટા શહેરોમાં ઈંધણના ભાવમાં ઘટાડો જોવા મળતા વાહનચાલકોને આંશિક રાહત મળી છે.

 

દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવ (પ્રતિ લીટર)

શહેર           પેટ્રોલ  (રૂ.)                 ડીઝલ (રૂ.) 

દિલ્હી          94.72                          87.62

મુંબઈ          103.44.                          89.97

ચેન્નઈ          100.85                            92.44

કોલકત્તા       103.94                           90.76      

 

 

ગુજરાતના શહેરોમાં ઈંધણના ભાવ (પ્રતિ લીટર)

શહેર                   પેટ્રોલ(રૂ.)              ડીઝલ(રૂ.)

અમદાવાદ             94.47                 90.14  

આણંદ                  94.54                 90.22                        

અરવલ્લી               95.77                 91.45

બનાસકાંઠા             94.30                 89.99

ભરૂચ                   95.12                  90.79

ભાવનગર              96.10                  91.77 

ગાંધીનગર              94.85                 90.52

 

દરરોજ બદલાય ઈંધણની કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દૈનિક વધઘટ જોવા મળે છે.  એક્સાઈઝ ડ્યુટી, વેટ, ડીલર કમિશન ઉમેર્યા પછી ઈંધણની મૂળ કિંમત કરતા ભાવ બમણા થાય છે.  આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ફેરફારની અસર ઈંધણના ભાવ વધઘટમાં જોવા મળે છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now