Home Business Business News Jio Finance Loan Up To Rs 1 Crore In 10 Minutes Pledge Shares 9 99 Interest Rate Offbeatstories

Jio ફાઇનાન્સની નવી સ્કીમ : ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં જ મળશે 1 કરોડની લોન, 9.99 ટકા વ્યાજનાં દરે

Jio ફાઇનાન્સની નવી સ્કીમ
Published by: OBS Bureau
Last Updated: Apr 09, 2025, 10:27 AM IST

જિયો ફાઇનાન્સ લિમિટેડે એક નવી સુવિધા શરૂ કરી છે. જેના હેઠળ ડીમેટ ખાતામાં રાખવામાં આવેલા શેર અને મ્યુચ્યુઅલ ફંડને મોર્ગેજ કરીને લોન લઈ શકાય છે. આ સુવિધા Jio ફાઇનાન્સ એપ પર ઉપલબ્ધ હશે, જ્યાં 9.99% વ્યાજ દરથી માત્ર 10 મિનિટમાં રૂ. 1 કરોડ સુધીની લોન મેળવી શકાય છે.

કંપનીનું કહેવું છે કે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે. તમને માત્ર 10 મિનિટમાં લોન મળી જશે. જે પણ 9.99 ટકાના વ્યાજ દરથી શરૂ કરીને, અને તમે 1 કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. તેની ચૂકવણી કરવા માટે તમને ત્રણ વર્ષ સુધીનો સમય મળશે. સૌથી સારી વાત એ છે કે પ્રીપેમેન્ટ માટે કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં. જીઓ ફાઈનાન્સ એ જીઓ ફાઈનાન્સીઅલની નોન-બેંકિંગ નાણાકિય કંપની છે.

જીઓ ફાયનાન્સની આ નવી સુવિધા તે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમને અચાનક પૈસાની જરૂર પડે છે. તેઓ તેમના શેર અને મ્યુચ્યુઅલ ફંડને મોર્ગેજ કરીને સરળતાથી લોન લઈ શકે છે અને તેમની જરૂરિયાતો પણ પૂરી કરી શકે છે.

શેર અને મ્યુચ્યુઅલ ફંડ સામે મળશે લોન
કંપનીએ મંગળવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકો તેમના ડીમેટ ખાતામાં રાખવામાં આવેલા શેર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા રોકાણોને ગીરવે મૂકીને લોન લઈ શકે છે. ડીમેટ એકાઉન્ટ એક પ્રકારનું બેંક ખાતું છે જેમાં તમારા શેર અને મ્યુચ્યુઅલ ફંડ રાખવામાં આવે છે.

લોન પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ હશે
જીઓ ફાઈનાન્સનું કહેવું છે કે લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સુરક્ષિત છે. તે સંપૂર્ણપણે ડિજિટલ છે. તેથી તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે જીઓ ફાઈનાન્સ એપ દ્વારા તમારા ઘરે બેઠા-બેઠા આરામથી લોન માટે અરજી કરી શકો છો. કંપનીનો દાવો છે કે તમને માત્ર 10 મિનિટમાં લોન મળી જશે.

લોોકોને ઝડપી અને સરળતાથી લાભ મળશે
જિયો ફાયનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કુસલ રોયે જણાવ્યું હતું કે, 'સિક્યોરિટીઝ સામે લોન આપવી એ અમારી વ્યાપક ડિજિટલ વ્યૂહરચનાનો એક ભાગ છે. તેનો હેતુ ગ્રાહકોની નાણાકીય સેવાઓનો ઉપયોગ કરવાની રીતમાં પરિવર્તન લાવવાનો છે. નાણાકીય સેવાઓને વધુ સુલભ, ઝડપી અને ગ્રાહક કેન્દ્રિત બનાવવાના અમારા મિશનમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.' આનો અર્થ એ છે કે કંપની ઇચ્છે છે કે લોકો સરળતાથી અને ઝડપથી નાણાકીય સેવાઓનો લાભ મેળવી શકે.

વ્યાજ દર 9.99% થી થાય છે શરૂ
લોન પર વ્યાજ દર 9.99 ટકાથી શરૂ થશે. આ દર તમારી જોખમ પ્રોફાઇલના આધારે બદલાઈ શકે છે. જો તમે ઉચ્ચ જોખમ ધરાવતા ગ્રાહક છો તો તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. જો તમે ઓછા જોખમવાળા ગ્રાહક છો તો તમારે ઓછું વ્યાજ ચૂકવવું પડશે. આ સુવિધા દ્વારા તમે 1 કરોડ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. તમને લોન ચૂકવવા માટે વધુમાં વધુ ત્રણ વર્ષનો સમય મળશે. જો તમે સમય પહેલા લોનની ચુકવણી કરો છો, તો તમારે કોઈ વધારાના શુલ્ક ચૂકવવા પડશે નહીં. આ એક સારી બાબત છે, કારણ કે તે તમને પૈસા બચાવવામાં મદદ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now