Home Sports Bumrah Remains Number 1 In Icc Rankings Jaiswal Enters Top 5 Batsmen

ICC ની નવી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ખૂબ ફાયદાકારક! : બુમરાહ નંબર-1 યથાવત અને જયસ્વાલ ટોપ-5 બેટર્સમાં પ્રવેશ્યો

ICC ની નવી રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ખૂબ ફાયદાકારક!
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 11:24 AM IST

ICC's Latest Rankings: ICC ના હાલના રેન્કિંગમાં, કેટલાક ભારતીય ખેલાડીઓને ફાયદો થયો છે, જ્યારે કેટલાકને નુકસાન થયું છે. ટેસ્ટ સીરિઝમાં વેસ્ટ ઈન્ડિઝને 2-0 થી હરાવનાર ટીમ ઈન્ડિયાને ટેસ્ટ રેન્કિંગમાં કોઈ ફાયદો થયો નથી. જોકે, ભારતીય બોલરોએ જબરદસ્ત જંપ લગાવી છે. બુમરાહ વિશ્વનો નંબર વન બોલર બન્યો છે, જ્યારે બીજી તરફ કુલદીપે બોલિંગ રેન્કિંગ (ICC Test Bowling Ranking) માં મોટો ફાયદો મેળવ્યો છે. ભારતે પહેલી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઇનિંગ્સ અને 140 રનથી અને બીજી ટેસ્ટમાં 7 વિકેટથી હરાવ્યું હતું.

બુમરાહ ટોપ પર, કુલદીપ યાદવને મોટો ફાયદો

ICC ની લેટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર 1 બોલર છે, હાલમાં તેના 882 રેટિંગ પોઈન્ટ છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શન છતાં, બુમરાહ સિવાય ટોપના 10 ટેસ્ટ બોલરોમાં બીજો કોઈ ભારતીય બોલર નથી. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં 10 વિકેટ લેનાર મોહમ્મદ સિરાજ 12 માં કર્મે છે. કુલદીપ યાદવે સૌથી વધુ ફાયદો મેળવ્યો છે, તે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં સાત સ્થાનનો જંપ મારીને 14 માં સ્થાને પહોંચી ગયો છે. હાલની ટેસ્ટ સીરિઝમાં કુલદીપે કુલ 12 વિકેટ ઝડપીને સૌથી વધુ વિકેટ ઝડપી હતી. આ દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર ​​જોમેલ વોરિકન પણ બે સ્થાનના ફાયદા સાથે રેન્કિંગમાં 30 મા સ્થાને પહોંચી ગયા છે.

ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ટોપ-5 બોલર

  • 1 - જસપ્રીત બુમરાહ

  • 12 - મોહમ્મદ સિરાજ

  • 14 - કુલદીપ યાદવ

  • 18 - રવિન્દ્ર જાડેજા

  • 51 - વોશિંગ્ટન સુંદર

કે. એલ રાહુલ, જયસ્વાલ અને ગિલનો બેટિંગમાં દબદબો

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સીરિઝમાં સૌથી વધુ રન બનાવનાર યશસ્વી જયસ્વાલ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બે સ્થાન આગળ વધીને પાંચમા ક્રમે પહોંચી ગયો છે. ઈજાને કારણે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ ગુમાવનાર ઋષભ પંત આઠમા ક્રમે યથાવત છે. વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝમાં 96 ની એવરેજથી 192 રન બનાવનાર શુભમન ગિલ હાલમાં 13 મા ક્રમે છે. અને કે. એલ રાહુલ બે સ્થાન આગળ વધીને વિશ્વનો 33મો ટેસ્ટ બેટ્સમેન બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now