Home Business Budget 2026 Stock Market Crash Stt Hike Impact Sensex Nifty

બજેટની જાહેરાત બાદ શેરબજારમાં ભૂકંપ : સેન્સેક્સ 1500 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો કડાકો

બજેટની જાહેરાત બાદ શેરબજારમાં ભૂકંપ
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2026, 08:29 AM IST

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરવામાં આવ્યા બાદ ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. ખાસ કરીને વાયદા બજાર એટલે કે Futures and Options (F&O) પર Securities Transaction Tax (STT) વધારવાના પ્રસ્તાવથી રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. આ જાહેરાતના થોડા જ સમયમાં સેન્સેક્સ અને નિફ્ટી પોતાના દિવસના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા હતા.

સેન્સેક્સ અને નિફ્ટીના ગ્રાફમાં ગાબડું

બજેટની અસરોને કારણે BSE Sensex 81,129ના સ્તરે પહોંચી ગયો હતો, જેમાં અંદાજે 1,140 પોઈન્ટ્સ એટલે કે 1.39% જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો. આવી જ સ્થિતિ NSE Nifty 50માં પણ જોવા મળી હતી, જે 356 પોઈન્ટ્સ અથવા 1.41% તૂટીને 24,965 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. બજારમાં અચાનક આવેલી આ મંદીને કારણે રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે.

STTમાં વધારાની સીધી અસર

નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી હતી કે Future Trade પર લાગતા STTને 0.02%થી વધારીને હવે 0.05% કરવામાં આવશે. આ ઉપરાંત Options Premium પર પણ ટેક્સ 0.1%થી વધારીને 0.15% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ટેક્સના દરમાં થયેલા આ વધારાને કારણે ટ્રેડિંગ કરવું મોંઘું બનશે, જેની નકારાત્મક અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી છે.

મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ ધોવાણ

માત્ર મુખ્ય ઇન્ડેક્સ જ નહીં, પરંતુ બ્રોડર માર્કેટમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. Nifty Midcap 100માં અંદાજે 2.7% અને Nifty Smallcap 100માં 3.4% જેટલો જંગી કડાકો બોલાઈ ગયો હતો. બજેટના દિવસે આવેલી આ વોલેટાલિટીને કારણે ટ્રેડર્સમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now