Home Tech/Gadgets Bsnl Reacharge Teachnology 4g 5g Telecom Tech News Offbeat

BSNLના ગ્રાહકો માટે ગૂડ ન્યૂઝ : સૌથી સસ્તી મળશે 4G અને 5G સર્વિસ, નહીં ચૂકવવો પડે વધારે ખર્ચ

BSNLના ગ્રાહકો માટે ગૂડ ન્યૂઝ
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2024, 06:52 AM IST

ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે, BSNLએ તમામ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મુકતા સ્પષ્ટ કરી દીધું છે કે, કંપની પોતાના કોઈપણ રિચાર્જ પ્લનની કિંમતમાં વધારો નહીં કરે. અગાઉ એવી ચર્ચાઓ હતી કે, 4G અને 5Gના રોલઆઉટ પછી BSNL પોતાના રિચાર્જ પ્લાનની કિંમત વધારી શકે છે. પરંતુ BSNLના ચેરમેન અને MD રોબર્ટ રવિએ તમામ ચર્ચાને નકારતાં સ્પષ્ટ કર્યું છે કે, કંપનીનો પોતાના ટેરિફ વધારવાના મૂડમાં નથી. રોબર્ટ રવિએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કંપનીને નજીકના ભવિષ્યમાં કિંમત વધારાની કોઈ જરૂર દેખાતી નથી. મહત્વનું છે કે, BSNLનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશમાં રિલાયન્સ જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા સહિતની ખાનગી કંપનીઓએ વર્ષની શરૂઆતમાં ટેરિફ પ્લાનમાં વધારો કર્યો છે.

એક હકીકત એ પણ છે કે, હાલમાં BSNL સૌથી ઓછી કિંમતે કોલિંગ અને ઈન્ટરનેટ સેવા આપી રહી છે. પરંતુ BSNL પાસે અત્યારે માત્ર 3G સેવા છે. જોકે એક શક્યાતા એવી પણ છેકે, BSNL ટૂંક જ સમયમાં સમગ્ર દેશમાં 4G અને 5G સેવા શરૂ કરવા જઈ રહી છે. કંપની દ્વારા 5Gનું સફળતાપૂર્વક ટ્રાયલ પૂર્ણ કરી લીધું છે. અને આ વાતની પુષ્ટી ખૂદ ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી છે... સિંધિયાએ કહ્યું કે, 2025ના મધ્ય સુધીમાં સમગ્ર દેશમાં એક લાખ BSNL 4G સાઇટ્સ લાઇવ કરાશે. અને ત્યાર બાદ તેને 5G કનેક્ટિવિટીમાં શિફ્ટ કરાશે.

સરકાર BSNLને દેશની કરોડરજ્જુ માને છે. કેમ કે, BSNL દેશના અંતારિયાળ વિસ્તારોમાં ટેલિકોમ સેવાઓ આપી રહી છે. કદાચ એટલા માટે જ સરકારે BSNL માટે રાહત પેકેજની પણ જાહેરાત કરી છે. એટલું જ નહીં આત્મનિર્ભર ભારતના સૂત્રને સાર્થક કરતાં BSNLમાં ઈનોવેશન અને અપગ્રેડેશન માટે સ્વદેશી 4G સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને અત્યારે BSNLની આ 4Gને સેવાને દેશભરમાં વિક્સાવવાની કામગીરી ઝપથી થઈ રહી છે.

કંપની દરરોજ અંદાજે 450થી 500 સાઇટ્સ ઇન્સ્ટોલ કરી રહી છે. આ ઉપરાંત, દરરોજ 400થી 500 સાઇટ્સ કમિશન કરવાની અને દરરોજ લગભગ 1,000 સાઇટ્સ ઇન્સ્ટોલ કરવાની યોજના બનાવવામાં આવી છે. ત્યારે તેજ ગતિથી ચાલી રહેલી BSNLની ઈનોવેશન અને અપગ્રેડેશનની કામગીરીનો લાભ ગ્રાહકો થશે એ વાતમાં કોઈ બેમત નથી.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now