Home Tech/Gadgets Bsnl Launched Iftv Service Nationwide Users Can Enjoy Live Tv And Ott Platfoms

ફરી માર્કેટમાં આવ્યું BSNL : લૉન્ચ કરી સ્પેશિયલ સર્વિસ

ફરી માર્કેટમાં આવ્યું BSNL
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 07:08 AM IST

ભારતની સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડે (BSNL) યુઝર્સ માટે એક નવી સર્વિસ શરૂ કરી છે. કંપનીએ દેશભરમાં ઈન્ટિગ્રેટેડ ફ્રી ટીવી (IFTV)ની શરૂઆત કરી છે. તેમાં એક જ પ્લેટફોર્મ પર 550 લાઇવ SD અને HD ચેનલ્સ અને 18થી વધુ પ્રીમિયમ OTT એપ્સ હશે. શરૂઆતમાં કંપની ગ્રાહકોને આ ફ્રી સર્વિસ આપી રહી છે.

યુઝર્સ ફ્રીમાં સેવાનો લાભ લઈ શક્શે
BSNLએ ટેક્નોલોજી પાર્ટનર Skypro અને OTT PlayboxTV સાથે મળીને શરૂઆત કરી છે. કંપનીએ કહ્યું કે આ પ્લેટફોર્મ એક સબ્સ્ક્રિપ્શન સાથે સીમલેસ મનોરંજનનો અનુભવ પ્રદાન કરે છે. તે એક જ સબ્સ્ક્રિપ્શનમાં લાઇવ ટેલિવિઝન અને ઑન-ડિમાન્ડ OTT લાવે છે. તે દેશભરના વપરાશકર્તાઓ માટે મફતમાં ઉપલબ્ધ થશે. BSNLએ કહ્યું કે દેશભરમાં 40 લાખથી વધુ FTTH વપરાશકર્તાઓ પ્રીમિયમ ટીવી અને OTT એપ્સનો મફતમાં આનંદ માણી શકશે.

હવે અલગ એપ્સની જરૂર નથી
સ્કાયપ્રો ટેક્નોલોજીકલ સપોર્ટ આપશે, જ્યારે પ્લેબોક્સટીવી પ્રીમિયમ કન્ટેન્ટ ક્યુરેટ કરશે. હવે યુઝર્સને લાઈવ ટીવી અને ઓટીટી કન્ટેન્ટ જોવા માટે અલગ એપની જરૂર નહીં પડે. તેઓ તેમના મોબાઈલ અથવા ટીવી પર એક જ એપમાં ટીવીની સાથે OTTનો આનંદ માણી શકશે.

BSNL ગ્રાહકોને કનેક્ટેડ રાખવા માટે આકર્ષક પ્લાન લાવી રહ્યું છે
સરકારી ટેલિકોમ કંપની BSNLના ગ્રાહકોની સંખ્યા હવે ઘટવા લાગી છે. કંપની સામે નવા ગ્રાહકો લાવવાનો પડકાર છે. આવી સ્થિતિમાં, BSNL સતત નવી સેવાઓ અને આકર્ષક પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપની આ વર્ષે દેશભરમાં 4G કનેક્ટિવિટી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સિવાય તે મોબાઈલ અને બ્રોડબેન્ડ યુઝર્સ માટે ઘણા આકર્ષક પ્લાન પણ લોન્ચ કરી રહી છે, જેમાં સસ્તા ભાવે ઘણા મોટા ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now