Home Gujarat Bsf Kills Pakistani Infiltrator On Banaskanthaborder

બનાસકાંઠા-પાક.બોર્ડર પર BSFને મળી મોટી સફળતા : બનાસકાંઠા સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ કર્યો ઠાર

બનાસકાંઠા-પાક.બોર્ડર પર BSFને મળી મોટી સફળતા
Published by: OBS Bureau
Last Updated: May 24, 2025, 08:40 AM IST

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા બંન્ને દેશો સાથે જોડાયેલી તમામ બોર્ડર પર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠામાં પાકિસ્તાનની સરહદથી રાત્રે ઘૂસણખોરી કરતા પાકિસ્તાનના એક શખ્સને BSFએ ઠાર માર્યો હતો.
બનાસકાંઠા સરહદ પર પાકિસ્તાની ઘૂસણખોરને BSFએ કર્યો ઠાર

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી મોડી રાત્રે અજાણ્યો શખ્સ ભારતની સીમામાં ઘુસવાનો પ્રયત્ન કરતો હતો. આ દરિમયાન BSFએ અનેક વખત ચેતવણી આપી હતી છતા આ શખ્સ ઘુસવાનો પ્રયાસ કરતો BSFએ ઠાર માર્યો હતો. આ અજાણ્યો વ્યકિત ક્યાથી આવ્યો તે અંગે BSF અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now