Home International Breaking News Usa America Blue Origin Pop Singer Ketty Perry Jeff Bezos Zero Gravity

BLUE ORIGINએ રચ્યો ઈતિહાસ : અંતરિક્ષની બારીએથી પૃથ્વીનો અદભુત નજારો, માત્ર 11 મિનિટમાં અંતરિક્ષની યાત્રા પૂરી કરી 6 મહિલાઓ ધરતી પર પરત ફરી

BLUE ORIGINએ રચ્યો ઈતિહાસ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Apr 15, 2025, 06:52 AM IST

Samir Shukla (Senior Journalist), New Jersey, USA: અમેરિકી અબજોપતિ જેફ બેજોસ ની કંપની 'બ્લુ ઓરીજને' મિશન NS- 31 સફળતાપૂર્વક પાર કરીને ઇતિહાસ રચી દીધો. આ મિશન અંતર્ગત જેફ બેજોસની ફિયાન્સી લોરેન સાંચેજ, Popstar કૈટી પેરી સહિત છ મહિલા સભ્યો એ 14 એપ્રિલ 2025ના રોજ અંતરિક્ષની યાત્રા કરી. આ રોકેટ પૃથ્વીની દરિયાઈ સપાટીથી લગભગ 105 કિલોમીટર ની ઊંચાઈ સુધી અંતરિક્ષમાં ગયું હતું. Blue Origin નું New Shepard rocket પશ્ચિમ ટેક્સાસથી ઉડાન ભર્યું હતું. રોકેટમાં સવાર તમામ મહિલા યાત્રીઓએ Zero Gravity નો અનુભવ કર્યો.

મજાની વાત એ છે કે જ્યારે ક્રૂ મેમ્બર્સ અંતરિક્ષમાં પહોંચ્યાં ત્યારે પોપ સ્ટાર કેટ પેરીએ ગીત ગાતી હતી. Texasથી 2300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોકેટ અંતરિક્ષ તરફ આગળ વધ્યું હતું. એટલે કે ધ્વનિની ગતિથી ત્રણ ગણી વધુ ઝડપ. છ મહિલાઓની ટીમમાં પૉપ ગાયિકા કેટી પેરી, પત્રકાર - ગેલ કિંગ, વૈજ્ઞાનિક અને ફિલ્મ નિર્માતા સહિત અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ સામેલ હતી.

વર્ષ 1963 બાદ પહેલી વખત એવું બન્યું કે અંતરિક્ષમાં મહિલાઓની ટીમે એક સાથે યાત્રા કરી હોય. આ પહેલા રશિયન અંતરિક્ષ યાત્રી વેલેન્ટિના ટેરેશ્કોવે 1963માં એકલા મુસાફરી કરી હતી. Human rights Activists - અમાંડા ઇંગુઍન, નાસાની પૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આયશા બોવે અને ફિલ્મ નિર્માતા કેરીયન ફ્લીન શામેલ હતી. છ મહિલાઓના ગ્રુપનું નેતૃત્વ જેફ બેજોસ ની મિત્ર લોરેન સાંચેજે કર્યું હતું.

પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચેની કાલ્પનિક રેખાને 'કાર્મન રેખા' કહેવાય છે જે આ રોકેટે પાર કર્યું હતું. કહેવાય છે કે લોરેન સાંચેજે 2023માં Vogue મેગેઝિનને એક interview આપ્યો હતો જેમાં તેણે સપનું જોયું હતું કે તે અંતરિક્ષમાં મહિલાઓ સાથે યાત્રા કરવા માંગે છે
Blue Origin ના આ અંતરિક્ષ મિશનથી એક વાત નક્કી છે કે સામાન્ય વ્યક્તિઓની માનસિકતા બદલાશે અને આવનારી પેઢી માટે આ ઘટના પ્રેરણા રૂપ બનશે, કે દુનિયામાં કશું જ અશક્ય નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now