આજકાલ માર્ગ અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એવામાં મુંબઈમાં બનેલી એક ઘટનાની ચર્ચા સમગ્ર દેશભરમાં થઈ રહી છે. ગઈકાલે સાંજે મુંબઈની એક પુરપાટ ઝડપે આવતી સીટી બસે એક સાથે અનેક વાહનોને અડફેટે લીધાં. માતેલાં સાંઢની માફક આવતી બસે કાર, બાઈક, રિક્ષા અને રસ્તે ચાલકા લોકો સહિત અનેકને કચડી નાંખ્યાં. બસની ઝડપ એટલી વધારે હતી કે કોઈને એક સેકન્ડ માટે પણ બચવાનો મોકો ના મળ્યો. આ ઘટનામાં બસે 30 થી વધુ લોકોને કચડી નાંખ્યાં. જેમાં 7 લોકોના મોત નીપજયા છે. જ્યારે આ ઘટનામાં હજુ પણ 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તમે આ ઘટનાના સીસીટીવી જોશો તો તમે પણ ચોંકી જશો. જુઓ આ ખતરનાક એક્સિડન્ટના હદય કંપાવી દે તેવા વીડિયો…
Government bus service (BEST) accident in Kurla, Mumbai
— Dilshad (@dilshad_akhtar1) December 10, 2024
3 lives are lost. The responsibility solely lies on the officials who are responsible for the bus services.
Driving habit of buses is extremely dangerous in Mumbai, I have experienced it myself.
If brake failure is the… pic.twitter.com/iLsW3hzHrl
આ બસ મુંબઈના કુર્લામાં BEST બસ હતી. આ અકસ્માત કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, અકસ્માતનું મુખ્ય કારણ બસના બ્રેક ફેલ થવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બસ ચાલક અચાનક બસ પરનો કાબુ ગુમાવી બેઠો હતો, ત્યારે બસે પહેલા રસ્તા પર ચાલતા લોકોને ટક્કર મારી દીધી અને પછી ઘણા વાહનો સાથે અથડાઈ હતી. અંતે બસ રહેણાંક સોસાયટી સાથે અથડાઈને અટકી ગઈ. BMCના અધિકારીએ આ દુર્ઘટનાને બ્રેકમાં ખામીના કારણે બનેલી હોવાનું જણાવ્યું હતું. BMC અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત કુર્લાના BSM ખાતે L વોર્ડ પાસે થયો હતો. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પરંતુ બસ અચાનક ડ્રાઈવરના કાબુ બહાર ગઈ હતી. બસે પહેલા રાહદારીઓને કચડી નાખ્યા અને પછી ત્યાં પાર્ક કરેલા કેટલાક વાહનો સાથે અથડાઈ. આ પછી બસ રહેણાંક સોસાયટીના ગેટ સાથે અથડાઈને થંભી ગઈ હતી.
ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરવાનું શરૂ કર્યું અને ઘાયલોને નજીકની ભાભા હોસ્પિટલમાં દાખલ કર્યા. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. જ્યારે ઘાયલ થયેલા લોકોમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એવી આશંકા છે કે અકસ્માતનું કારણ બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. અકસ્માત બાદ પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરૂ કરી હતી. મુંબઈ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ બસ દુર્ઘટના રાત્રે 9.50 વાગ્યે થઈ હતી. આ દુર્ઘટના કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં ત્યારે થઈ જ્યારે બેસ્ટની રૂટ નંબર 332 બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. પોલીસે અકસ્માતમાં સામેલ બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. હવે બસના મેન્ટેનન્સની તપાસ ચાલી રહી છે.






