મહારાષ્ટ્ર સહિત દેશની રાજનીતિ માટે મોટી ખબર. પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે લીધાં શપથ. આ સાથે ફડણવીસ ત્રીજીવાર બન્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. જ્યારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ એટલેકે, એકનાથ શિંદેએ આ વખતે ફડણવીસવાળી ખુરશીમાં બેસવાનો વારો આવ્યો. એટલેકે, આ વખતની નવી સરકારમાં એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવાનો વારો આવ્યો. જોકે, હજુ પણ મહારાષ્ટ્રમાં ઘણાં સસ્પેન્સ બાકી છે.
મહત્વનું છેકે, પીએમ મોદીની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધાં. આ સાથે જ ફડણવીસ ત્રીજીવાર મહારાષ્ટ્ર જેવા ખુબ જ મહત્ત્વના રાજ્યના મુખ્યમંત્રીના પદ પર બિરાજમાન થયા. અગાઉ મિલીજુલી સરકારમાં ફડણવીસ ચુપચાપ રહીને પોતાનું કામ કરતા રહ્યાં હતાં. રાજકારણમાં આજ કામ શીખવા જેવું છેકે, ફડણવીસને પોતે કરેલી મહેનતનું ફળ મળ્યું અને આજે ફરી એકવાર મહારાષ્ટ્રના સીએમ તરીકેનો પદભાર સંભાળવાની સોનેરી તક પણ મળી.
મહારાષ્ટ્રની રાજનીતિનું કોકડું હજુ પુરી રીતે ઉકેલાયું તો નથી જ. કારણકે, મહારાષ્ટ્રમાં મંત્રાલયો એટલેકે, ખાતાઓની વહેચણીમાં ક્યાંકને ક્યાંક પેંચ ફસાયોલાં છે. સૂત્રોનું માનીએ તો જો મુંબઈમાં મામલો નહીં ઉકેલાય તો મામલો દિલ્હી પહોંચશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે ગૃહ મંત્રાલય ઈચ્છે છે પરંતુ ભાજપ તેને છોડવા તૈયાર નથી. શિવસેનાની દલીલ છે કે જ્યારે એકનાથ શિંદે સીએમ હતા ત્યારે ગૃહ મંત્રાલય દેવેન્દ્ર ફડણવીસ પાસે હતું. તેવી જ રીતે હવે શિંદે ડેપ્યુટી સીએમ છે તો તેમને ગૃહ મંત્રાલય મળવું જોઈએ.
સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારે પણ NCP માટે મોટા મંત્રાલયોની માંગણી કરી છે. આ અંગે પણ આગામી સમયમાં નિર્ણય લેવાનો છે. શિંદે જૂથ અજિત પવારના કેટલાક વિભાગો પર નજર રાખી રહ્યું છે, આવી સ્થિતિમાં શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ એકનાથ શિંદેને નારાજ કરવા માંગતી નથી.
વિજય રૂપાણીએ કરી હતી CMના નામની જાહેરાત :
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામની જાહેરાત કરી હતી. જાહેરાત કરતા પહેલા તેમણે દરેકને પૂછ્યું કે, “શું ફડણવીસ સિવાય બીજું કોઈ નામ છે?” જવાબમાં બધાએ સર્વસંમતિથી ના કહ્યું. આ પછી, મુંબઈમાં બીજેપી વિધાયક દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને સર્વસંમતિથી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત બાદ બેઠક સ્થળની બહાર ઢોલ-નગારા વગાડી કાર્યકરોએ નિર્ણયને વધાવ્યો હતો.





