Home International Breaking News International News Iran Israel War Live Updates Air Strike

Iran-Israel War Updates : ઈરાને સૌથી મોટો હવાઈ હુમલો કરીને ઈઝરાયલના મોસાદ હેડક્વાર્ટરને ઉડાવ્યું, બંને તરફ ભારે જાનહાનિ

Iran-Israel War Updates
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 10:35 AM IST

Iran-Israel War Updates: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે વધુ તીવ્ર બની ગયું છે. ઈઝરાયલ પર ઈરાને અત્યાર સુધીના ઈતિહાસનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઈરાને હવાઈ હુમલો કરીને ઈઝરાયલના વર્લ્ડ ફેમસ મોસાદ હેડક્વાર્ટરને ઉડાવી દીધું છે. આ લડાઈમાં બન્ને દેશોમાં ભારે જાનહાનિ થઈ છે.

ઉલ્લેખનીય છેકે, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મિલિટરી ઇન્ટેલિજન્સ AMAN બિલ્ડીંગને પણ ટાર્ગેટ કરવામાં આવી છે. જે ઇઝરાયલના સેનાત્મક રક્ષણ માટે મેટા લેવલની માહિતી તૈયાર કરે છે. જ્યારે ઈઝરાયલનાં હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડર માર્યા ગયા હોવાના અહેવાલ પણ મળી રહ્યાં છે.સતત પાંચમા દિવસે પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ ચાલુ છે. મંગળવારે ઇરાને તેલ અવીવમાં ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કર્યો હતો.

ઈઝરાયલી હુમલામાં ઈરાનના મહત્ત્વના લશ્કરી કમાન્ડરનું મોતઃ
આ ઘર્ષણમાં ઈઝરાયલ તરફથી પણ પ્રતિકારક કાર્યવાહી થઇ રહી છે. ઈઝરાયલી હવાઈ હુમલામાં ઈરાનના ટોચના લશ્કરી અધિકારી મેજર જનરલ અલી શાદમાની શહીદ થયા છે. તેમણે માત્ર ચાર દિવસ પહેલા ખાતમ-અલ-અંબિયા નામની લશ્કરી કટોકટી કમાન્ડના વડા તરીકે પદભાર સંભાળ્યો હતો. તેમણે ગઈ શુક્રવારે અવસાન પામેલા મેજર જનરલ ગુલામ અલી રાશિદના સ્થાને જવાબદારી સંભાળી હતી.

ભારે જાનહાનિ: ઈરાનમાં 224, ઈઝરાયલમાં 24નાં મોત-
આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાન તરફ 224 લોકોના મોત થયા છે અને આશરે 1,481 ઘાયલ થયા છે. જ્યારે ઈઝરાયલમાં 24 લોકોના મોત થયા છે અને 600 થી વધુ ઘાયલ થયા છે. બંને દેશોની રક્ષા તંત્રો ઉચ્ચ સજાગતામાં છે અને સૈનિકોની સંખ્યા તેમજ હથિયારોનાં ભંડાર વધારવામાં આવી રહ્યા છે.

ઈરાને તાત્કાલિક તબીબી તૈયારી હાથ ધરી-
યુદ્ધના સંજોગોમાં ઈરાનના આરોગ્ય વિભાગે તમામ તબીબો અને નર્સોને રજા પરથી પાછા બોલાવી લીધા છે. નાયબ આરોગ્ય મંત્રી સઈદ સજ્જાદ રઝાવીના જણાવ્યા મુજબ, "તબીબી સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તમામ આરોગ્ય કેન્દ્રોમાં હાજર રહેવાની સૂચના અપાઈ છે." આ ઘટના બંને દેશો વચ્ચેની તંગદિલીના ગંભીર પરિણામ તરફ ઈશારો કરે છે. વિશ્વભરમાં દબાણ વધી રહ્યું છે કે બંને પક્ષો યુદ્ધવિરામ તરફ આગળ વધે અને નાસીપટ હાલતમાં સ્થિરતા લાવવાનો પ્રયત્ન કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?