બોલીવુડ ફિલ્મોનું સૌથી 'મનહુસ' ટાઇટલ
બોલિવૂડમાં ફિલ્મોના ટાઈટલ (નામ) ખૂબ જ સમજી-વિચારીને રાખવામાં આવે છે, જેથી તે દર્શકોને આકર્ષી શકે. પરંતુ હિન્દી સિનેમામાં એક એવું ટાઈટલ પણ છે જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી 'અશુભ' અથવા 'મનહૂસ' ટાઈટલ માનવામાં આવે છે. હા, આ નામ છે 'કર્ઝ' (Karz). નવાઈની વાત એ છે કે બોલિવૂડમાં આ ટાઈટલ સાથે કુલ 9 ફિલ્મો બની છે અને આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે. આ ટાઈટલના કારણે કેટલાય પ્રોડ્યુસર્સ દેવાળિયા થઈ ગયા અને કલાકારોની કરિયર પણ બરબાદ થઈ ગઈ.
ઋષિ કપૂરની 'કર્ઝ' થી શરૂ થયો હતો ફ્લોપનો સિલસિલો
આ અશુભ ગણાતા સિલસિલાની શરૂઆત વર્ષ 1980 માં થઈ હતી. સુભાષ ઘાઈ દ્વારા નિર્દેશિત અને ઋષિ કપૂર અભિનીત ફિલ્મ 'કર્ઝ' આજે ભલે એક 'કલ્ટ ક્લાસિક' ફિલ્મ ગણાતી હોય અને તેના ગીતો આજે પણ સુપરહિટ હોય, પરંતુ જ્યારે આ ફિલ્મ રીલીઝ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી.
બોક્સ ઓફિસ કલેક્શન: આ ફિલ્મ રીલીઝ સમયે માત્ર 4 કરોડથી ઓછી કમાણી કરી શકી હતી અને ફ્લોપ સાબિત થઈ હતી.
અભિનેતાઓ પર નકારાત્મક અસર: આ ફિલ્મ ફ્લોપ થવાના આઘાતમાં અભિનેતા ઋષિ કપૂર ગંભીર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. એટલું જ નહીં, આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અન્ય એક અભિનેતા રાજ કિરણ પણ આ આઘાત સહન ન કરી શક્યા અને બાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા.
સની દેઓલ અને હિમેશ રેશમિયા પણ ન બચી શક્યા
આ ટાઈટલનો શાપ અહીં જ ન અટક્યો. વર્ષ 2002 માં સની દેઓલ, સુનિલ શેટ્ટી અને શિલ્પા શેટ્ટીની એક્શન ડ્રામા ફિલ્મ 'Karz: The Burden of Truth' રીલીઝ થઈ, પરંતુ તે પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી.
ત્યારબાદ વર્ષ 2008 માં સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયાએ 1980 ની મૂળ ફિલ્મની ઓફિશિયલ રીમેક 'Karzzzz' (વધારાના 'z' અક્ષરો સાથે) બનાવી. આ ફિલ્મ 24 કરોડના બજેટ સામે માત્ર 16 કરોડની કમાણી જ કરી શકી અને ખરાબ રીતે પીટાઈ ગઈ. આ ફિલ્મના કારણે હિરોઈન ઉર્મિલા માતોંડકરની ફિલ્મી કરિયરને પણ મોટો ઝટકો લાગ્યો હતો.
અન્ય 6 ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ડૂબી ગઈ
આ મુખ્ય ફિલ્મો ઉપરાંત બોલિવૂડમાં 'કર્ઝ' શબ્દ સાથે જોડાયેલી અન્ય 6 ફિલ્મો પણ બની હતી જે તમામ બોક્સ ઓફિસ પર કોઈ કમાણી કરી શકી નહીં. આ ફિલ્મોમાં શામેલ છે:
પ્યાર કા કર્ઝ
દૂધ કા કર્ઝ
કર્ઝ ચુકાના હૈ
કર્ઝ તેરે ખૂન કા
મહાન કર્ઝ
દૂધ કા કર્ઝ (2016)
આ તમામ ફિલ્મોના લીધે થયેલા ભારે નુકસાનને કારણે મેકર્સ એટલા ડરી ગયા છે કે છેલ્લા 8 વર્ષથી બોલિવૂડના કોઈ પણ પ્રોડ્યુસર કે ડાયરેક્ટરે પોતાની ફિલ્મનું નામ 'કર્ઝ' રાખવાની હિંમત કરી નથી.





