સપ્ટેમ્બરમાં થિયેટરોમાં રિલીઝ થશે ફિલ્મ, જિતેન્દ્ર કુમાર અને રવિ કિશનની નવી એન્ટ્રીથી સસ્પેન્સ વધ્યું
ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ધૂમ મચાવ્યા બાદ, હવે 'મિર્ઝાપુર' સિલ્વર સ્ક્રીન એટલે કે સિનેમાઘરોમાં ધમાકો કરવા આવી રહી છે. મેકર્સ દ્વારા 'મિર્ઝાપુર: ધ મૂવી' (Mirzapur: The Movie) નું પહેલું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ આગામી સપ્ટેમ્બર મહિનામાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. અંદાજે 2.5 મિનિટના આ ટીઝરમાં સિરીઝના જૂના લોકપ્રિય પાત્રોની સાથે જબરદસ્ત એક્શન, વાયોલન્સ અને કેટલાક નવા ચહેરાઓની ઝલક જોવા મળી રહી છે.
ટીઝરમાં શું ખાસ છે?
ટીઝરની શરૂઆત કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી) ના એક દમદાર ડાયલોગ સાથે થાય છે, જેમાં તેઓ હાથમાં સળગતું પાત્ર લઈને લાયક પુત્ર હોવાના સંઘર્ષ વિશે વાત કરે છે. ત્યારબાદ ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) પોતાના રફ અંદાજમાં હથિયાર લોડ કરતો જોવા મળે છે.
આ ટીઝરનું સૌથી મોટું સરપ્રાઇઝ મુન્ના ભૈયા (દિવ્યેન્દુ) ની વાપસી છે. ચાહકો જે પાત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે મુન્ના ભૈયા ટીઝરમાં પોતાના એ જ જૂના સ્વેગ અને એટીટ્યુડ સાથે સીટી વગાડતા એન્ટ્રી લે છે.
નવા પાત્રોની એન્ટ્રીથી ડાયલોગ વોર શરૂ
બીજી એક સિક્વન્સમાં ગુડ્ડુ પંડિત કહે છે, "હમ હી ચલા રહે હૈ કાલીન ભૈયા કા એમ્પાયર." ત્યારે જ તેમની બાજુમાં કારમાં બેઠેલું નવું પાત્ર એટલે કે જિતેન્દ્ર કુમાર (સચિવ જી ફેમ) જવાબ આપે છે, "હમેં એમ્પાયર ચલાના નહીં હૈ ગુડ્ડુ ભૈયા, એમ્પાયર બનાના હૈ."
ટીઝરના અંતમાં થોડો કોમિક ટચ પણ આપવામાં આવ્યો છે. શિબા ચઢ્ઢા (વસુધા પંડિત) જ્યારે અભિનેતા રવિ કિશનના નવા પાત્રને પૂછે છે કે 'તું જાણે છે હું કોની મા છું?', ત્યારે રવિ કિશન પોતાના આગવા અંદાજમાં વળતો પ્રહાર કરે છે કે 'બાપના નામ પર ગર્વ કરતા તો ઘણાને જોયા છે, પણ માના નામ પર આટલો વટ પહેલીવાર જોયો.'
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
આ ફિલ્મમાં ગોલુ ગુપ્તા (શ્વેતા ત્રિપાઠી) અને બીના ત્રિપાઠી (રસિકા દુગ્ગલ) જેવા મહત્વના સ્ત્રી પાત્રો પણ જોવા મળશે. ગુરમીત સિંઘ દ્વારા ડાયરેક્ટ કરાયેલી અને પુનીત ક્રિષ્ના દ્વારા લખાયેલી આ મોસ્ટ અવેટેડ ફિલ્મ 4 September ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
જોઓ સંપૂણ ટીઝર





