Home Entertainment Akshay Kumar Welcome To The Jungle Akshara Singh Bhojpuri Item Song Shooting

અક્ષય કુમારનો અસલી 'ખિલાડી' અંદાજ : 104 ડિગ્રી તાવમાં પણ અક્ષરા સિંહ સાથે કર્યું ધમાકેદાર આઇટમ સોન્ગ

Welcome to the Jungle: Akshay's Dance in 104-Degree Fever
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 25, 2026, 12:03 PM IST

'વેલકમ ટુ ધ જંગલ' ના સેટ પર અક્ષયની એનર્જી જોઈ દંગ રહી ગઈ ભોજપુરી ક્વીન, કહી આ મોટી વાત

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને ભોજપુરી સિનેમાની જાણીતી અભિનેત્રી અક્ષરા સિંહની જોડી ટૂંક સમયમાં જ મોટા પડદા પર ધમાકો મચાવવા જઈ રહી છે. અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ (Welcome To The Jungle) આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક સ્પેશિયલ ભોજપુરી આઇટમ સોંગ સામેલ કરવામાં આવ્યું છે, જેનું નામ ‘ઘીસ ઘીસ ઘીસ’ છે. આ ગીતના શૂટિંગ દરમિયાનનો એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને ચાહકો અક્ષય કુમારના પ્રોફેશનલિઝમના ફેન બની ગયા છે.

104 ડિગ્રી તાવમાં પણ અક્ષય કુમારે રોક્યું નહીં શૂટિંગ

અક્ષરા સિંહે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં આ વાતનો ખુલાસો કર્યો છે. અક્ષરાએ જણાવ્યું કે, "જ્યારે આ ઇન્ટ્રો ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે અક્ષય સરને 103 થી 104 ડિગ્રી જેટલો સખત તાવ હતો. તેમની તબિયત એટલી ખરાબ હોવા છતાં, તેમણે શૂટિંગ અટકાવ્યું નહીં. તેમણે સેટ પર પોતાની એનર્જી ઓછી થવા ન દીધી અને પૂરા સમર્પણ સાથે ડાન્સ સ્ટેપ્સ પૂરા કર્યા. પોતાના કામ પ્રત્યે તેમનો આવો સમર્પણ ભાવ જોઈને હું દંગ રહી ગઈ હતી."

ગણેશ આચાર્યનો ફોન આવતા જ અક્ષરા થઈ ગઈ 'બ્લેન્ક'

આ મોટી ફિલ્મ કેવી રીતે મળી તે અંગે વાત કરતા અક્ષરાએ જણાવ્યું કે, "સૌથી પહેલા મને ડિરેક્ટર અહમદ સરના પ્રોડક્શન હાઉસમાંથી ગીત માટે ફોન આવ્યો હતો. શરૂઆતમાં હું થોડી મૂંઝવણમાં હતી. પણ જ્યારે ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય સરનો પોતે ફોન આવ્યો અને તેમણે કહ્યું કે આ એક ધમાકેદાર ટ્રેક છે અને તારે આ કરવો જ જોઈએ, ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. અક્ષય સર અને ગણેશ સરનું નામ સાંભળતા જ મેં તરત હા પાડી દીધી."

અક્ષરાએ ઉમેર્યું કે આ ગીતમાં દર્શકોને બોલિવૂડનો આઇકોનિક અને એવરગ્રીન 'સરકાઈ લો ખટિયા જાડા લગે' વાળો અસલી દેશી અને પેપી ફ્લેવર જોવા મળશે.

આ પણ વાંચો:

સેટ પર અક્ષય કુમારના વર્તને જીતી લીધું દિલ

સુપરસ્ટાર અક્ષય કુમારના સ્વભાવ વિશે વાત કરતા અક્ષરાએ કહ્યું કે, "સેટ પર જતા પહેલા મારા મનમાં થોડો ડર હતો કે આટલા મોટા સુપરસ્ટાર કેવું વર્તશે? પરંતુ તેઓ ખૂબ જ ડાઉન-ટુ-અર્થ (Down-to-earth) વ્યક્તિ છે. તેમણે મને ખૂબ જ પ્રેમથી આવકારી અને મારા કામની પ્રશંસા કરી. તેમણે મને કહ્યું કે તું ખૂબ સારું કામ કરે છે અને આટલા વર્ષોથી ભોજપુરી સિનેમાને સંભાળી રહી છે, તે પ્રશંસનીય છે."

ભોજપુરી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી વચ્ચે શું તફાવત જોયો?

કામ કરવાની રીત અંગે અક્ષરાએ જણાવ્યું કે બોલિવૂડના સેટ પર ટેકનોલોજીનું સ્તર ઘણું અલગ હતું. ભોજપુરીમાં સામાન્ય રીતે આખું ગીત શૂટ થયાના 15-20 દિવસ પછી એડિટિંગ ટેબલ પર જોવા મળે છે. જ્યારે ‘વેલકમ ટુ ધ જંગલ’ ના સેટ પર ઓન-ધ-સ્પોટ ‘શૉટ ચેક’ અને ઇન્સ્ટન્ટ એડિટિંગની સુવિધા ઉપલબ્ધ હતી, જે તેના માટે એક નવો અને શાનદાર અનુભવ હતો.

મલ્ટિસ્ટારર કાસ્ટ સાથે ધમાકો કરવા તૈયાર છે ફિલ્મ

અહમદ ખાન દ્વારા નિર્દેશિત 'વેલકમ ટુ ધ જંગલ' એ પ્રખ્યાત 'વેલકમ' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. આ એક્શન કોમેડી ડ્રામા ફિલ્મને ફિરોઝ નડિયાદવાલા અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને અક્ષરા સિંહ ઉપરાંત સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, રવીના ટંડન, અરશદ વારસી, દિશા પટાની અને જેકલીન ફર્નાન્ડિઝ જેવા ઘણા મોટા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now