Home Gujarat Body Trade Under The Guise Of A Spa Exposed In Surat

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ! : ત્રણ મહિલાઓને કરાવી મુક્ત, એક શખ્સની ધરપકડ

સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 10:55 AM IST

સુરતમાં સ્પા હેઠળ દેહ વેપાર ચાલતા ગંભીર મામલાનું પર્દાફાશ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કરવામાં આવ્યો છે. જહાંગીરાબાદ સ્થિત ગ્રીન એરિસ્ટો શોપિંગ કોમ્પ્લેક્ષના બીજા માળે વન ગ્રીન સ્પા ખાતે દેહ વેપાર ચાલી રહ્યો હોવાના ભેદને પગલે પોલીસએ દરોડો પાડ્યો અને ત્રણ મહિલાઓને મુક્ત કરાવ્યા. આ ઘટનામાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપીઓ હજી પકડમાં નથી.

આંતરરાજ્ય દેહ વેપાર ઝડપાયો

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, આ દેહ વેપાર આંતરરાજ્ય સ્તરે સંચાલિત થતો હતો. મુંબઈ અને મહારાષ્ટ્રથી મહિલાઓને અહીં લાવી દેહ વેપાર કરાવવામાં આવતો હતો. સુશીલ ઉર્ફે ગુડ્ડુ ઓમપ્રકાશ યાદવ અને રૂખસાર સમીર મુખ્ય સંચાલક તરીકે દેહ વેપાર સંચાલિત કરતા હતા, જ્યારે સાહિલ સોહિલ ખાન દેહ વેપારના વ્યવહારને સંભાળતા હતા. ફૈઝલ નૂર મોહમ્મદ દ્વારા મહિલાઓની સપ્લાયિંગ અને ઓનલાઇન પેમેન્ટ વ્યવસ્થા સંભાળવામાં આવતી હતી.

પોલીસની કાર્યવાહી

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ડમી ગ્રાહક ઊભો કરીને સમગ્ર દેહ વેપારનો પર્દાફાશ કરી પોલીસને કાયદેસરની કાર્યવાહી માટે માહિતી આપી. વધુ તપાસ અને કાર્યવાહી હજુ ચાલુ છે, અને મુખ્ય સંચાલકોને પકડવા માટે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે ગતિશીલ પગલાં હાથ ધર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આવા ગુનામાં સંડોવાયેલા તત્વો સામે કોઈ છૂટ નહીં આપવામાં આવે અને લોકોને સુરક્ષા અને કાયદાની રક્ષા માટે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now