Home Gujarat Body Trade At Vivanta International Spa In Ahmedabad

અમદાવાદમાં વિવાંતા ઇન્ટરનેશનલ સ્પામાં દેહવ્યાપાર : 8 મહિલાઓ, 15 રૂમ, 2500 રૂપિયા, પોલીસે પાડી રેડ

અમદાવાદમાં વિવાંતા ઇન્ટરનેશનલ સ્પામાં દેહવ્યાપાર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 12:40 PM IST

Ahmedabad Spa Raid : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની AHTU ટીમે સોલા વિસ્તારમાં આવેલ વિવાંતા ઇન્ટરનેશન સ્પા પર દરોડો પાડી ગેરકાયદેસર દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. બાતમી પરથી જાણવા મળ્યું હતું કે વૈષ્ણોદેવી સર્કલ નજીક રનસ્કેપ બિલ્ડિંગના પહેલા માળે ચાલતા આ સ્પામાં મસાજ પાર્લરની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી હતી. AHTU દ્વારા આ માહિતીની પુષ્ટિ કરવા માટે ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. ગ્રાહકને શારીરિક સંબંધ માટે મહિલાની માંગણી કરવાનું અને ભાવ નક્કી થયા બાદ પોલીસને સંકેત આપવા સૂચના આપવામાં આવી હતી. તેને રૂપિયા 2500 આપવામાં આવ્યા હતા. થોડા સમય બાદ ડમી ગ્રાહકનો મેસેજ મળતા જ પોલીસ સ્પા પર ત્રાટકી હતી.

સ્પા મેનેજર ઝડપાયો

દરોડા દરમિયાન ત્યાં રીસેપ્શન પર હાજર વ્યક્તિએ પોતાનું નામ તરુણકુમાર અને ઓળખ સ્પાના મેનેજર તરીકે આપી હતી. પૂછપરછમાં તેમણે જણાવ્યું કે ભાડા કરારમાં ગૌતમ ઠાકોરનું નામ છે, જ્યારે સ્પાના મુખ્ય માલિકો નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય છે. એક રૂમમાંથી ડમી ગ્રાહક અને તેને શારીરિક સંબંધ માટે આપવામાં આવેલી એક મહિલા મળી આવી હતી. સ્પામાં કુલ 15 રૂમ હતા, જેમાંથી 10 મસાજ રૂમ હતા. રેડ દરમિયાન કુલ 8 મહિલાઓ મળી આવી હતી, જેમાંથી 4 મહિલાઓએ સ્પાના માલિકો તેમના દ્વારા દેહવ્યાપાર કરાવતા હોવાની કબૂલાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર તેઓને પ્રતિ ગ્રાહક રૂપિયા 1000 આપવામાં આવતા હતા.

ચાર સામે ગુનો દાખલ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, 'સ્પાના મેનેજર પાસે જરૂરી દસ્તાવેજો અને સ્ટાફનું પોલીસ વેરિફિકેશન નહોતું. ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાના કારણે સ્પાના મેનેજર તરુણકુમાર અને માલિકો ગૌતમ ઠાકોર, નીલ શાહ અને હિરેન ઉપાધ્યાય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now