Home Agriculture Black Rice Farming Farmers Gold Market Demand Technology

જમીનમાં ઉગશે કાળું સોનું! : કાળા ચોખાની ખેતીથી 6 મહિનામાં 50 લાખની આવક!, એક કિલોના છે 400થી 500 રૂપિયા ભાવ

જમીનમાં ઉગશે કાળું સોનું!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 05:07 AM IST

આધુનિક ખેતીથી સારી આવક મેળવા હવે ખેડૂતો અવનવી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ત્યારે પરંપરાગત ખેતી છોડી હવે ખેડૂતો કંઈક અલગ કરી રહ્યા છે. જેમાં કાળા ચોખાની ખેતી ખેડૂતો માટે ચોખા નફાની ખેતી સાબિત થઈ રહી છે. આ ખેતીમાં એટલી કમાણી છે કે કેટલાક લોકો આને બ્લેક ગોલ્ડની ખેતી પણ કહે છે. ઔષધીય ગુણોથી ભરપૂર આ ચોખાની કિંમત ખૂબ જ વધારે હોય છે.
કેવી રીતે થાય છે ખેતી?
સામાન્ય ચોખાની જેમ જ કાળા ચોખાની ખેતી થાય છે. મે મહિનામાં આ ચોખાની નર્સરી તૈયાર કરવામાં આવે છે અને જૂન મહિનામાં તેના નાના નાના રોપાને ખેતરમાં રોપણ કરવામાં આવે છે. ત્યારબાદ લગભગ 5-6 મહિનામાં તેનો પાક તૈયાર થઈ જાય છે. ભારતમાં હાલ મણિપુર, આસામ, ઉત્તર પ્રદેશ, છત્તિસગઢ, બિહાર સહિતના કેટલાક રાજ્યમાં કાળા ચોખાની ખેતી વધુ થાય છે.
ઔષધીય ગુણોથી ભરપૂર છે કાળા ચોખા
કાળા ચોખામાં પ્રોટિન, વિટામિન B, વિટામિન B1, B2, B3, બB6 અને ફોલિક એસિડ (B9)વધુ પ્રમાણમાં હોય છે. જે શરીર માટે ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત કાળા ચોખામાં ફોસ્ફરસ, મેગ્નેશીયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, આયરન અને ઝિંક જેવા ખીનજ હોય છે. જે હાડકાનેમ મજબૂત કરવા સાથે સાથે શરીમાં લોહીનું નિર્માણ અને માંસપેશિઓના કાર્યમાં મદદરુપ થાય છે. આ ચોખામાં પ્રચૂર માત્રામાં ફાઈબર પણ હોય છે.
કાળા ચોખાની ખેતીમાં કેટલી થાય છે આવક?
સફેદ ચોખાના બજારમાં 80થી 100 રૂપિયા ભાવ હોય છે...જ્યારે કાળા ચોખાના 250થી 500 રૂપિયા સુધી ભાવ મળે છે. કાળા ચોખાની ખેતી કરવા માટે એક એકરમાં 3 કિલો બીજની જરૂર પડે છે. જેનો ખર્ચ 1 હજાર સુધી આવે છે. જ્યારે 6 મહિનાની અંદર તૈયાર થઈ એક એકરમાં 8થી 10 ક્વિન્ટનું ઉત્પાદન મળે છે..જેથી એક એકરમાં 10 ક્વિન્ટ ઉત્પાદનથી 500 રૂપિયા કિલોના ભાવે 6 મહિનામાં 50 લાખની ખેડૂતોને આવક થઈ શકે છે. જો કે ખેડૂતો કૃષિ નિષ્ણાંત પાસેથી માર્ગદર્શન મેળવી કાળા ચોખાની ખેતીમાં સારી આવક મેળવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now