Home Utilities Black Friday Sale Could Turn Into Scam As 2000 Fake Brand Websites Discovered Active

Black Friday Sale ના નામે સ્કેમ! : મળી આવી 2000 થી વધુ ફેક વેબસાઇટ, જાણો કેવી રીતે બચવું

Black Friday Sale ના નામે સ્કેમ!
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 05:22 AM IST

Black Friday Sale Scam: આ દિવસોમાં બ્લેક ફ્રાઈડે સેલ ઓનલાઈન ધૂમ મચાવી રહ્યો છે. દરેક ઈ-કોમર્સ પ્લેટફોર્મ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, અને લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. જો તમે ઓનલાઈન બ્લેક ફ્રાઈડે સેલ બેનરો પર ક્લિક કરી રહ્યા છો, તો સાવચેત રહો. કારણ કે CloudSEK નામની એક સાયબર સિક્યોરીટી કંપનીએ શોધી કાઢ્યું છે કે એમેઝોન, સેમસંગ અને એપલ જેવી કંપનીઓની નકલ કરતી 2,000 થી વધુ નકલી વેબસાઇટ્સ ઓનલાઈન અસ્તિત્વમાં છે. તેઓ ગ્રાહકોને સેલના નામે લલચાવે છે અને તેમનો ડેટા અને પેમેન્ટ ડિટેલ્સ ચોરી કરે છે.

તાજેતરના વર્ષોમાં સૌથી મોટું ફિશિંગ નેટવર્ક

CloudSEK ના અહેવાલ મુજબ, સાયબર ક્રિમિનલ તાજેતરના વર્ષોમાં સૌથી મોટા ફિશિંગ ઇકોસિસ્ટમનું સંચાલન કરી રહ્યા છે. આ નકલી વેબસાઇટ્સ સંપૂર્ણપણે અસલી દેખાવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં તહેવારોના વેચાણના બેનરો, કાઉન્ટડાઉન ઘડિયાળો, નકલી ટ્રસ્ટ બેજ અને તાજેતરની ખરીદીઓ સાથેના પોપ-અપ્સ છે, જે ગ્રાહકોને વધુ વિચાર કર્યા વિના પેમેન્ટ પેજ સુધી પહોંચવા માટે છેતરવા માટે રચાયેલ છે. એકવાર ગ્રાહકો વસ્તુઓ પસંદ કરે છે અને ચેકઆઉટ પેજ પર પહોંચે છે, ત્યારે તેમનો ડેટા ચોરી થાય છે અને તેમને હેકર્સ દ્વારા નિયંત્રિત પેમેન્ટ પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. ઘણા ગ્રાહકો અહીં ઝડપથી પેમેન્ટ કરે છે, અને પૈસા હેકર્સ પાસે જાય છે. સાયબર ક્રિમિનલો એ Apple, Cisco, Logitech, Toshiba, Xiaomi અને Ray-Ban જેવી મોટી કંપનીઓના નામે આ નકલી વેબસાઇટ્સ બનાવી છે.

આવા સ્કેમથી કેવી રીતે બચવું?

આવા સ્કેમથી બચવા માટે, સોશિયલ મીડિયા પર દેખાતી આકર્ષક જાહેરાતો પર ક્લિક કરશો નહીં.

ખરીદી શરૂ કરતા પહેલા, વેબસાઇટ URL કાળજીપૂર્વક તપાસો. જો કોઈ સ્પેલિંગ ભૂલો હોય, તો ત્યાં ખરીદી કરશો નહીં.

જો કોઈ સાઇટનું ચેકઆઉટ પેજ શંકાસ્પદ વેબસાઇટ પર રીડાયરેક્ટ થાય તો સાવધાન રહો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now