Home Gujarat Bjp Worker Soma Bhalia Gets The Post Of Vice President In Rajkot There Is A Buzz

રાજકોટમાં ભાજપના કાર્યકર સોમા ભાલિયાને ઉપપ્રમુખનો હોદ્દા મળતા ધૂણ્યાં : શરીર પર સાંકળો ઝીલી, સોશિયલ મીડિયામાં ચર્ચા

રાજકોટમાં ભાજપના કાર્યકર સોમા ભાલિયાને ઉપપ્રમુખનો હોદ્દા મળતા ધૂણ્યાં
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2026, 11:58 AM IST

રાજકોટ શહેરમાં ભાજપના નવનિયુક્ત ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જાહેર થયેલા રાજકોટ શહેર ભાજપના નવા સંગઠન માળખામાં 64 વર્ષીય સોમાભાઈ ભાલિયાને ઉપપ્રમુખ જેવી મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.

ભાજપના નેતા હોદ્દા મળતા ધૂણ્યાં

નિમણૂક બાદ તેઓ માતાજીના માંડવામાં ભક્તિભાવ સાથે હાજરી આપતા અને પરંપરાગત રીતરિવાજ અનુસાર ધૂણતા જોવા મળ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સોમાભાઈ માતાજીના માંડવામાં ભાવવિભોર થઈ ધૂણતા તેમજ પોતાના વાંસામાં સાંકળો ઝીંકતા નજરે પડે છે. તેમના આ ભક્તિમય અંદાજે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સોશિયલ મીડિયામાં ચર્ચા અને કુતૂહલ

સોમાભાઈ માતાજીના અનન્ય ભક્ત તરીકે ઓળખાય છે અને પોતાના સમાજમાં પણ સારી લોકચાહના ધરાવે છે. રાજકીય હોદ્દો મળ્યા બાદ તેમનો આ પરંપરાગત અને ધાર્મિક રંગમાં રંગાયેલો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચા અને કુતૂહલનું કેન્દ્ર બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વડોદરાના 17 વર્ષીય જૈનિલની અનોખી શોધ
અંબાલાલ પટેલની મોટી ચેતવણી!
અમદાવાદમાં ધોળા દિવસે યુવતી પર એસિડ એટેક
ગુજરાતના સરહદી નવા જિલ્લામાં PM મોદીની ઐતિહાસિક મુલાકાત
સુરત બહુચર્ચિત નકલી નોટ કૌભાંડ
Play Video