Home Gujarat Bjp Vikas Sankalp Sabha Veraval Gir Somnath 2026

"મોદીજીએ જ્ઞાતિવાદને નકારી વિકાસવાદને કેન્દ્રસ્થાને મૂક્યો" : ગીર સોમનાથમાં જગદીશ વિશ્વકર્માનું પ્રેરક સંબોધન

વિશ્વકર્મા
Published by: Chintan Chavda
Last Updated: Apr 20, 2026, 09:42 AM IST

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી-આદ્રી ગામે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ભવ્ય જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી.

વિકાસવાદ સામે પ્રાંતવાદ – ભાજપનો રાજકીય તર્ક

જગદીશ વિશ્વકર્માએ તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને વખાણતાં જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં રાજકારણ પ્રાંતવાદ, ભાષાવાદ અને જ્ઞાતિવાદ પર આધારિત હતું, જ્યારે "મોદીજીએ આ રાજકારણને નકારીને વિકાસવાદને કેન્દ્રસ્થાને મૂક્યો છે." ભાજપ અને કોંગ્રેસ શાસન વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે લોકોને પાણી માટે મુશ્કેલીઓ ભોગવવી પડતી અને ગાંધીનગરથી પાણી માટે ટ્રેનો મોકલાતી, જ્યારે આજે ભાજપના શાસનમાં નળ ખોલતાં જ પાણી ઉપલબ્ધ થાય છે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું તે બદલ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે વીજળી વ્યવસ્થામાં આવેલા પરિવર્તનનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે, અગાઉ લોકો રાત્રે જમવા સમયે પણ વીજળી માટે તરસતા હતા, જ્યારે આજે રાજ્યમાં 24 કલાક વીજ પુરવઠો ઉપલબ્ધ છે. દરિયાકાંઠાના વિકાસ અંગે વાત કરતાં તેમણે કોસ્ટલ હાઈવેના નિર્માણથી વિસ્તારની કનેક્ટિવિટી વધશે અને વિકાસને નવી દિશા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે જણાવ્યું કે ભાજપ માટે ગીર સોમનાથ જીલ્લો રાજ્યનો અંતિમ નહીં પરંતુ પ્રથમ પ્રાથમિકતાનો જિલ્લો છે.

ખેડૂતોના હિત માટે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસોની ચર્ચા કરતાં તેમણે કિસાન સમ્માન નિધિ, તાજેતરની અતિવૃષ્ટિમાં જાહેર કરાયેલ ઐતિહાસિક ₹10,000 કરોડના પેકેજ તેમજ ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરાયેલા ₹15,000 કરોડના ઉપાયોની માહિતી આપી. પ્રાકૃતિક ખેતીને ભવિષ્યનો માર્ગ ગણાવી તેમણે ગુજરાત સરકાર અમૂલ ડેરીના સહયોગથી તેને પ્રોત્સાહન આપી રહી છે તે બાબત પણ સમજાવી.

વિશ્વકર્માએ ભાજપ સરકાર હેઠળ થયેલા સાંસ્કૃતિક વિકાસ અંગે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, મોદીજીના માર્ગદર્શન હેઠળ સોમનાથ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, સોમનાથ કોરિડોરનું નિર્માણ થયું, અંબાજી યાત્રાધામનો વિકાસ થયો તેમજ પાવાગઢ ખાતે 450 વર્ષ બાદ ધ્વજારોહણ થયું. આ ઉપરાંત 500 વર્ષ બાદ ભવ્ય રામમંદિરનું નિર્માણ, કાશી કોરિડોર અને મહાકાલ કોરિડોર જેવા ઐતિહાસિક વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: "ચંડોળા જેવી સ્થિતિ નહીં બનવા દઈએ" : વેજલપુર MLA ના નિવેદનથી અમદાવાદનું રાજકારણ ગરમાયું

સ્થાનિક રાજકારણ અને કોંગ્રેસ પર નિશાન

સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ વિસ્તારમાં વિકાસ મુદ્દે કોંગ્રેસના ખૂબ અલ્પ અંતરથી ચૂંટાયેલા ધારાસભ્યની નિષ્ક્રિયતા અંગે વાત કરી અને કહ્યું કે, વેરાવળનો વિકાસ ભાજપાના જાગૃત સંગઠન અને સાંસદની સક્રિયતાના પરિણામે થયો છે. ભાજપા આજે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો છે તેના પાયામાં ભાજપાનો કાર્યકર્તા છે. પડકારની સામે પરિશ્રમ કરીને પરિણામ આપે એ ભાજપા કાર્યકર્તા છે.

કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા લલિત લખમભાઈ તેમજ પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસ નેતા પરબત મેરુભાઈ સોલંકીએ પોતાના સેંકડો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત ભાજપામાં જોડાયા હતાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now