Gujarat Cabinet expansion : ગુજરાતમાં ભાજપના મંત્રીમંડળના વિસ્તરણને લઈને રાજકીય હલચલ અને દોડધામ શરૂ થઈ ગઈ છે. મંત્રીમંડળમાં ફેરફાર પહેલા કેટલાક મોટા નિર્ણયો અને બેઠકોની શક્યતા દેખાઈ રહી છે. આ સંદર્ભમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ ટૂંક સમયમાં ગુજરાત આવી રહ્યા છે. તેઓ ગુજરાતના ભાજપ ધારાસભ્યો સાથે બેઠક કરીને મંત્રીમંડળના વિસ્તરણ અને રાજકીય સમીકરણોને લઈ ચર્ચા કરશે.
પક્ષના ટોચના ગુજરાત આવશે
પક્ષના ટોચના નેતાઓ પણ આ પ્રક્રિયામાં સીધો હિસ્સો લેશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આગામી ગુજરાતની મુલાકાત આવી રહ્યાં છે. તેમનો આ પ્રવાસ મંત્રીમંડળના નવા રચનાકાર્યમાં માર્ગદર્શન અને મંજૂરી આપવાનો હોવાનો અનુમાન છે.
નાયબ મુખ્યમંત્રી ફોર્મુલા?
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રની જેમ હવે ગુજરાતમાં પણ નાયબ મુખ્યમંત્રી (Deputy CM)ની ફોર્મુલા અપનાવવાની ચર્ચા છે. આ નિર્ણય મુખ્યમંત્રીના કારોબારમાં સહાય કરવા તેમજ પ્રદેશના વિવિધ વિસ્તારો અને સમુદાયોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે લેવાઈ શકે છે.
શપથગ્રહણ સમારોહમાં કોણ કોણ હાજર રહેશે?
નવું મંત્રીમંડળ ગઠિત થતાં જ તેની શપથગ્રહણ સમારોહ પણ યોજાશે, જેમાં કેન્દ્ર સરકારના ઉચ્ચસ્તરિય નેતાઓ, તેમજ વિવિધ ધર્મોના સંતો અને ધર્મગુરુઓની હાજર રહી શકે છે. આ કાર્યક્રમનું આયોજન ભવ્ય અને સાંસ્કૃતિક રીતે વિશિષ્ટ બનાવવા માટે પણ તૈયારીઓ ચાલી રહી છે.
રાજ્યના રાજકારણમાં પરિવર્તન નવી દિશા
આ તમામ ઘટનાઓ ભાજપની આગામી ચૂંટણી અને રાજકીય યોજનાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાની શકયતા છે. રાજ્યના રાજકારણમાં આ પરિવર્તન નવી દિશા આપે તેમ લાગતું હોવા છતાં, ભાજપના આ પગલાંઓ પક્ષની આંતરિક સમજૂતી અને ભવિષ્યની વ્યૂહરચના પર આધારિત છે.






