Home Gujarat Bjp Pandit Deendayal Prashikshan Mahaabhiyan 2026 Gandhinagar Workshop

ભાજપનું ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026’ શરૂ : સંગઠન સશક્તિકરણ પર ભાર, CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને આપી હાજરી

CM ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી
Image Credit: facebook
Published by: Chintan Chavda
Last Updated: Jun 03, 2026, 09:24 AM IST

ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026’ અંતર્ગત પ્રદેશ સ્તરની મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ કાર્યશાળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ભાજપના રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શિવપ્રકાશ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંગઠનના વિવિધ સ્તરના હોદ્દેદારો, જિલ્લા અને મંડળ કક્ષાના કાર્યકરો તેમજ સંગઠન સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ કાર્યશાળાનો મુખ્ય હેતુ આગામી સમયમાં યોજાનારા પ્રશિક્ષણ અભિયાનને વધુ અસરકારક, વ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા માટે સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રશિક્ષણ અભિયાનના આયોજન, અમલીકરણની પદ્ધતિ, સંગઠનાત્મક જવાબદારીઓ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે કાર્યકરોને સંગઠનના મૂલ્યો અને કાર્યસંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ દેવા માફીની માંગ : બનાસકાંઠાના ખેડૂતોની સરકાર સમક્ષ રજૂઆત

પ્રશિક્ષણ અભિયાનનું વ્યાપક આયોજન

કાર્યશાળામાં અભિયાનના અમલીકરણ માટેની વ્યૂહરચના, તાલીમના તબક્કાઓ, સંકલન વ્યવસ્થા અને સ્થાનિક સ્તરે આયોજન સંબંધિત મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કાર્યકરોને આગામી સમયમાં યોજાનારી પ્રવૃત્તિઓ માટે તૈયાર રહેવા અને અભિયાનને સફળ બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ભાજપના આ પ્રશિક્ષણ મહાઅભિયાનને સંગઠનાત્મક સશક્તિકરણ અને કાર્યકરોના કૌશલ્ય વિકાસ તરફના મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. આગામી મહિનાઓ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં આ અભિયાનના ભાગરૂપે અનેક પ્રશિક્ષણ કાર્યક્રમો યોજાય તેવી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now