Home Gujarat Bjp National President Jp Naddas Statement At The Ekta Yatra In Vadodara

'કોંગ્રેસે સરદાર પટેલને ભુલાવવાનું કામ કર્યું' : વડોદરામાં એકતા યાત્રામાં BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનું નિવેદન

'કોંગ્રેસે સરદાર પટેલને ભુલાવવાનું કામ કર્યું'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 29, 2025, 02:07 PM IST

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી શરૂ કરાયેલી ‘સરદાર @150 રાષ્ટ્રીય એકતા યાત્રા’ આજે વડોદરા શહેરમાં આવકાર સાથે પ્રવેશી હતી. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P. નડ્ડા, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પિયુષ ગોયલ સહિતના અગ્રણી નેતાઓ યાત્રામાં જોડાયા અને અટલાદરા ખાતે આયોજિત સરદાર સભા સ્થળે પહોંચ્યા હતા.

'કોંગ્રેસે ષડયંત્ર કરીને સરદાર પટેલનું નામ ભુલાવવાનું કામ કર્યું'

સરદાર સભામાં ભાષણ આપતાં જે પી નડ્ડાએ જણાવ્યું કે, “આજે યુનિટી માર્ચના ચોથા દિવસે જોડાવાનો મોકો મળવો મારું સૌભાગ્ય છે.” તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, “કોંગ્રેસે ષડયંત્ર કરીને સરદાર પટેલનું નામ ભુલાવવાનું કામ કર્યું છે.” નડ્ડાએ ભારપૂર્વક કહ્યું કે, 'સરદાર વલ્લભભાઈ પટેલે “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની મજબૂત પાયો રચ્યો હતો.

'ગાંધીજીના કહેવાથી સરદાર સાહેબે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિત કર્યું'

તેમણે આગળ કહ્યું કે, “ગાંધીજીના કહેવાથી સરદાર સાહેબે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રહિત માટે સમર્પિત કર્યું.” જે પી નડ્ડાએ કલમ 370ના લઈને સરદાર પટેલના અધૂરા સપનાની પૂર્ણતા તરીકે વર્ણવ્યું હતું. ઉપરાંત તેમણે યાદ કર્યું કે, બેરિસ્ટર હોવા છતાં સરદાર પટેલ ખેડૂતોની લડતમાં અડગ રહ્યા અને બ્રિટિશ શાસન સામે ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો. સભાના દરમિયાન સિક્યોરિટી ગાર્ડ અચાનક ઢળી પડ્યો, જોકે થોડા સમય બાદ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now